Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

એક મહિના પહેલા રોટલા બનાવતાં દાઝેલા ઢેબર કોલોનીના બેનાબેન ખાંટનું મોત

રાજકોટ તા. ૧૮: ઢેબર રોડ કવાર્ટર નં. ૧૭૫માં રહેતાં બેનાબેન કાળુભાઇ મુળીયા (ઉ.૪૦) નામના ખાંટ મહિલા એક મહિના પહેલા રોટલા બનાવતી વખતે દાઝી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. દસ દિવસ પહેલા રજા અપાતાં ઘરે લઇ જવાયા હતાં. ગત રાત્રે ફરીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર બેનાબેન બે ભાઇના એકના એક બહેન હતાં અને અપરિણીત હતાં. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલા અને અક્ષયભાઇએ જાણ કરતાં ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં સંજય દેગામાનું મોત

સામા કાંઠે સંત કબીર રોડ પર દુધેશ્વર મંદિરના પુલ પાસે રહેતો સંજય વલ્લભભાઇ દેગામા (ઉ.૨૦) નામનો કોળી યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ જાણ કરતાં બી-ડિવીઝનના પી.એસ.આઇ. એન. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. હાર્ટએટેકથી મોત થયું કે કેમ? તે અંગે પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

દર્શના પાર્કના પ્રવિણભાઇ પટેલનું બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ દર્શના પાર્ક-૨માં રહેતાં પ્રવિણભાઇ જાદવભાઇ દુધાગરા (પટેલ) (ઉ.૫૫) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને ધર્મેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:19 pm IST)