Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઇંટુના લેણા નીકળતાં ૫ હજારની ઉઘરાણીએ ગયેલા મનિષ પ્રજાપતિને ધોકાના ઘા મળ્યા

ગોંડલ રોડ ચોકડીએ મહિરાજ હોટેલ પાસે બનાવઃ સામા પક્ષે ઘનશ્યામ જળુની વળતી રાવ

રાજકોટ તા. ૧૬: કોઠારીયામાં રોલેક્ષ રોડ સત્યમ્ પાર્કમાં રહેતાં અને બીબીએનો અભ્યાસ કરતાં તેમજ પ્રાઇવેટ નોકરી પણ કરતાં મનિષ ઉર્ફ મનોજ બલદેવભાઇ પાટડીયા (ઉ.૨૧) નામના પ્રજાપતિને ગોંડલ રોડ ચોકડીએ મહિરાજ હોટેલ પાસે હતો ત્યારે ઘનશ્યામ પ્રભાતભાઇ જળુએ ઝઘડો કરી લાકડી-ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સામા પક્ષે કોઠારીયા રોડ જે. ક. ચોક-૧માં રહેતાં ઘનશ્યામ પ્રભાતભાઇ જળુ (ઉ.૩૩) પણ પોતાને મનિષ ઉર્ફ મનોજે કોઇ હથીયારથી ઇજા કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલા અને અક્ષયભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મનિષના કહેવા મુજબ એક વર્ષ પહેલા ઘનશ્યામને ઇંટો આપી હતી. તેના લેણા નીકળતાં પ હજાર રૂપિયાની ઉઘરાણી કરવા જતાં પોતાના પર હુમલો કરાયો હતો.

(1:18 pm IST)