Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નાટ્ય ગુરૂ કૌશિક સિંધવે વિદેશમાં ગુજરાતીઓને નાટ્ય વિષયક જ્ઞાન ઉજાગર કરાવ્યુ

અભિનયના અનેક રંગોનું કર્યુ મનમોહક ડેમોસ્ટ્રેશન

રાજકોટ : અત્રેના નાટ્ય તાલીમ ફળીયાના નાટ્ય રંગકર્મ ગુરૂ અને જાણીતા પીઢ નાટ્યકાર કૌશિક સિંધવ હાલમાં જ નાટ્ય સંગીત સાંસ્કૃતિક પ્રવાસે ત્યાના રમેશ કલ્ચરલ ગ્રુપ ઓફ ગુજરાતના આયોજનમાં હોંગકોંગની સફરે જઈ આવ્યા. વિશ્વના પ્રથમ નંબરના આ શહેરમાં વસતા ગુજરાતીઓના નાના - મોટા જૂથ મહેતા મેશ જૂથ દ્વારા શ્રી સિંધવ પાસેથી નાટ્ય સંગીત તથા લેખન વિષયક બૃહદ જાણકારી માટે આ આયોજન ગોઠવાયુ હતું. કૌશિક સિંધવ જૂની નવી રંગભૂમિની ખામીઓ ખૂબીઓ, તેના ગીતો, વર્તમાન નાટ્ય નિર્માણમાં જરૂરી યોગ્ય દિગ્દર્શન અભિનય, રંગ વેષભૂષા સન્નિવેષ, ઉચ્ચાર શુદ્ધિ હાવ-ભાવ, પ્રકાશ સંગીત આયોજન, જુદા જુદા પ્રકારના નાટકોમાં અભિનય શૈલી તફાવત બાબતે જ્ઞાનસભર મીમાસા આપી હતી. બીજા દિવસના સત્રમાં માઈમથી લઈ એક પાત્રીય અભિનય તથા લઘુ નાટકથી ફુલ લેન્થ ગુરૂ નાટકોના સંવાદ - પુર્ણ અભિનય સાથે મનમોહન ડેમોસ્ટ્રેશન કરી અભિનયના અનેક રંગો - સ્વરૂપ દર્શાવી હોંગકોંગ ગુજરાતીઓને પ્રભાવિત કર્યા હતા. નાટ્ય સંગીત વિશે ઓછી રસ રૂચિ ધરાવતા અથવા તો એ વિશે સમજ ન ધરાવતા અને આવી નહિવત નાટ્ય સંગીત પ્રવૃતિ કરતા ત્યાના સૌ ગુજરાતીઓમાં આ માટે નવી ચેતનાનો સંચાર પ્રાદુભાવિત શ્રી સિંધવે કરાવ્યો હતો. ગ્રુપના જેમીસ પટેલ, ભાર્ગવ પટેલ તથા નીલ ખેરે શ્રી કૌશિક સિંધવ (મો.૭૩૫૯૩ ૨૬૦૫૧)ને આવકારી અંતમાં આવી સેવાઓ આપવા માટે આભાર માન્યો હતો.

(1:15 pm IST)