Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વૃંદાવન ક્રેડીટ સોસાયટીના ચેક રિટર્ન કેસમાં મંડળીના સભાસદને એક વર્ષની સજા અને વળતર ચુકવવા આદેશ

૬૦ દિવસમાં ૧ લાખ ૬૮ હજારનું વળતર ન ચુકવે તો આરોપીને વધુ છ માસની સજા

રાજકોટ તા. ૧૮ : રાજકોટની જાણીતી શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના સભાસદ બીપીન તુલજાશંકર રાવલએ લીધેલ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા આવા સભાસદ સામે રાજકોટની કોર્ટમાં કેસ ચાલતા ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદમાં રાજકોટના મેજીસ્ટ્રેટ એન.અચ. વસવેલીયાએ મંડળીના સભાસદ બીપીન તુલજાશંકર રાવલને (એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧,૬૮,૦૦૦/- નો વળતર પેટે દિન-૬૦ માં ચુકવવાના જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ (૬) માસની સાદી કેસની સજાનો હુકમ કરતા મંડળીના બાકીદારોમાં ફફડાટ મચી ગયેલ છે.

આ કીસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, બીપીન તુલજાશંકર રાવલ રહે. ''ખાંભલવ કૃપા'' ૧-પુનીતનગર, બજરંગવાળી-૬ પાસે, જામનગર રોડ, રાજકોટની શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના સભાસદ દરજજે લોન લીધેલ. સદરહુંલોનની બાકી રકમ પેટે ચુકવવા બીપીન તુલજાશંકર રાવલએ રાજકોટની શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. ને રૂ. ૧,૬૮,૦૦૦/-નો ચેક આપેલ. જે ચેક પરત ફરતા મંડળીએ તેમના એડવોકેટ મારફતે બીપીન તુલજાશંકર રાવલ વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

ત્યારબાદ સદરહું કેસ રાજકોટના ચીફ જયુડી. મેજી. શ્રી એન. એચ. વસવેલીયાની કોર્ટમાં ચાલતા આ કામના ફરીયાદી મંડળી વતી રાજકોટના જાણીતા એડવોકેટ ભુપેન્દ્ર ટી. ગોહેલે દલીલ કરેલ તેમજ દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ પર આધાર રાખેલ તથા આરોપીએ ફરીયાદી મંડળીમાંથી લોન લીધેલ હોવાની હકીકત તથા કાયદેસરના લેણાની જવાબદારી પેટે આરોપીએ ચેક આપેલ હોવાની હકીકત સાબીત થતી હોય આરોપીને સજા કરવાની રજુઆત કરેલ હતી.

ઉપરોકત દલીલો તથા સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ તેમજ કેસની હકીકતો ધ્યાને લઇ રાજકોટના મેજીસ્ટ્રેટશ્રી એન. એચ. વસવેલીયાએ ચુકાદો આપી આરોપી બીપીન તુલજાશંકર રાવલને દોષીત ઠરાવી એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧,૬૮,૦૦૦/-નો વળતર પેટે દિન-૬૦ માં ચુકવવાના. જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ (૬) માસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી શ્રી વૃંદાવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. વતી રાજકોટના એડવોકેટ શ્રી તનસુખભાઇ બી. ગોહેલ, હિરેન્દ્ર જે. મકવાણા, અને ભુપેન્દ્ર ટી. ગોહેલ એડવોકેટ રોકાયેલ હતા.

(11:41 am IST)