Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ટ્રિપલ નહિ...આ તો પાંચ-પાંચ સવારી!!મજબૂરી વશ કાયદાનો ભંગ

વાહન ચાલકો માટેના નવા કાયદા મુજબ ટુવ્હીલર ચાલકોએ ફરજીયાત આર.સી. બૂક, વિમો, પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો રાખવાના છે તો હેલ્મેટ પણ ફરજીયાત પહેરવાની છે. રાજકોટ શહેરમાં ઝુંબેશના બીજા દિવસે એંસી-પંચ્યાસી ટકા વાહન ચાલકો હેલ્મેટ પહેરતાં થઇ ગયા છે. ત્રણ સવારીમાં વાહન હંકારવાનો પણ મસમોટો દંડ રખાયો છે. પરંતુ જેને બે કે તેથી વધુ બાળકો હોઇ અને ફરજીયાત સાથે લઇ જવા પડે એમ હોય ત્યારે મજબુરીવશ કાયદાનો ભંગ કરવો પડે છે. તસ્વીરમાં દેખાતાં બાઇક ચાલક ટ્રિપલ નહિ પાંચ-પાંચ સવારીમાં નીકળ્યા હતાં. જેમાં એક મહિલા અને ત્રણ બાળકો સામેલ છે. જો કે આ ચાલકે હેલ્મેટ ધારણ કરી હતી. બાળકોને બેસાડ્યા હોઇ પોલીસે પણ જતુ કરવાની ભાવના રાખી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:43 pm IST)