Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાજકોટના પરાપીપળીયાની યુવતી સાથે તેની બહેનપણીના પતિએ અંગતપળોનાં ફોટા પાડી બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યું

યુવતીને ગોવા અને મેંગ્લોર લઇ ગયો : ધમકી આપી મિત્રના ફ્લેટમાં સબંધો બાંધ્યા અને ફોટા પાડી લીધા

 

રાજકોટના પરાપીપળીયા ખાતે રહેતી એક યુવતી સાથે તેની બહેનપણીના પતિએ અંગત પળોના ફોટા પાડીને બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર ગુજારતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

  આરોપીએ યુવતી સાથે સેક્સ માણીને નગ્નાવસ્થામાં ફોટા પાડ્યા હતા. જે બાદ તમામ ફોટાઓ વાઈરલ કરવાની ધમકી આપીને તે યુવતીને ગોવા અને મેંગલોર લઈ ગયો હતો. ત્યાં પણ તેની સાથે સંબંધો બાંધ્યા હતા.એકાદ વર્ષ પહેલા હાર્દિકે ફરિયાદી યુવતીને ફોન કરીને ધમકી આપી એસઆરપી કેમ્પ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ફ્લેટમાં બોલાવી હતી.

  ફ્લેટમાં તેણે યુવતી સાથે બળજબરી કરી સેક્સ માણ્યું હતું અને યુવતીના નગ્ન ફોટા પાડી લીધી હતા, પછી ફોટા વાઇરલ કરી નાખવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. અંગે યુવતી જો કોઈને કહેશે તો ફોટા વાઇરલ કરીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. રીતે વારંવાર બળાત્કાર ગુજારાતાં કંટાળેલી યુવતીએ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલે સઘન તપાસ શરૂ કરી છે.

(10:40 pm IST)