Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખોટી સહિ કરી મોટરકાર વેંચી નાખવાના ગુનામાં પકડાયેલ આરોપીનો છૂટકારો

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટના રહીશ જયસુખભાઇ હરગોવિંદભાઇ ચાવડાનો જૂની એન્ટીક પેકાર્ડ મોટરકાર ખોટી સહી કરી વેંચી નાખવાના કેસમાં રાજકોટના એડી. સેશન્સ જજે આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવેલ છે.

ફરીયાદ પક્ષની ટૂંકમાં હકિકત એવી છે કે આ કામના આરોપીઓએ એક સંપ કરી આ કામના ફરીયાદીના પિતાજી જયવંત હરગોવિંદભાઇ ચાવડાની જૂની પેકાર્ડ મોટર કાર નં. જીજેવાય ૪પ૮૧ વાળી ફરીયાદીના પિતાનું તા. ૪-૬-૧૯૮૭ ના અવસાન થઇ ગયેલ હોવા છતાં ડીસેમ્બર ૧૯૯૪ માં આર. ટી. ઓ. કચેરીએ જઇ ફરીયાદીના પિતા એટલે કે જે. એચ. ચાવડાની ટૂંકી સહી કરી ફરીયાદીની રજા મંજૂરી વગર પી. એચ. વાડીયા એન્ડ સન્સ રાજકોટ તથા અમદાવાદ મારફતે હૈદરાબાદના કે. એફ. પેસ્તનજીને વેંચાી વેંચાણની રકમ અંગત ઉપયોગમાં વાપરી ઉપરોકત ગુન્હો કરવામાં એકબીજાને ગુનાહીત મદદગારી કરેલ હોય બનાવ અંગેની ફરીયાદીએ ફરીયાદ આપતા તે લગત ગુન્હો નોંધવામાં આવેલ છે અને પોલીસ તપાસના અંતે આરોપીઓ સામે ઇ. પી. કો. કલમ ૪૬પ, ૪૬૪, ૪૦૬, ૪૦૪, ૧૧૪ મુજબના ગુન્હા સંબંધેનું ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ અંગેનો કેસ ચાલી જતા રાજકોટના ચીફ જયુડી. મેજી. શ્રીએ ત્હોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મુકતા તે હુકમ સામે નારાજ થઇ સરકારશ્રીએ અપીલ કરતા એપેલેટ કોર્ટે જયસુખભાઇ હરગોવિંદભાઇ ચાવડાના એડવોકેટે રજૂ રાખેલ લેખીત દલીલ તથા સુપ્રીમ કોર્ટ તથા જુદી જુદી હાઇકોર્ટોના જજમેન્ટો ધ્યાને લઇ ટ્રાયલ કોર્ટે કરેલ હુકમ યથાવત રાખી જયસુખભાઇ હરગોવિંદભાઇ ચાવડાને આઇ. પી. સી. કલમ ૪૬પ, ૪૦૬, ૪૦૪, ૧૧૪ ના કામે નિર્દોષ ઠરાવી છોડી  મુકવાનો હુકમ ફરાવેલ છે. ઉપરોકત કેસમાં ત્હોમતદાર જયસુખભાઇ હરગોવિંદભાઇ ચાવડાના એડવોકેટ તરીકે ભટ્ટ એન્ડ ભટ્ટ એડવોકેટસ ના શૈલેષ એમ. ભટ્ટ (એડવોકેટ એન્ડ નોટરી), ધર્મેન્દ્ર જે. ભટ્ટ (એડવોકેટ) તેમજ ચિરાગ એમ. કકકડ (એડવોકેટ) રોકાયેલ હતાં.

(4:07 pm IST)