Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બાહુબલી કોર્પોરેટર અનિલ રાઠોડ સહીત છ આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

દરબાર શખ્સ ઉપર હુમલો કરવાના ગુન્હામાં

રાજકોટ, તા.૧૮: આજ થી આઠેક વર્ષ પહેલા ધરમ સીનેમા પાસે ઉપાસના ટ્રાવેલ્સની સામે ફરીયાદી જયદેવસિંહ રાજેન્દ્રસિંહ રાણા રહે. ભોમેશ્વર વાડી વાળા તેના મિત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા સાથે પાનની દુકાને ઉભા હતા ત્યારે ભરવાડની વાતો કરતા હાજર રહેલા વિનુ ભરવાડે તથા અન્યોએ ભરવાડ કેવા હોય તે જોયુ છે તેમ કહી અન્ય ભરવાડોને બોલાવી જયદેવસીંહ ઉપર ધોકા પાઇપથી હુમલો કરવાના ગુન્હાનો કેસ ચીફ જયુડી. મેજી. ની કોર્ટમાં ચાલી જતા કોર્પોરેટર અનિલ રાઠોડ સહીતના ૬ ભરવાડોનો નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

આ બનાવ રાત્રીના ૧૧ ના સુમારે બનેલ હતો જયદેવસીંહ રાણાને ભરવાડોની વાત કરતા જણાવેલ કે ભરવાડોની વાત શું કામ કરો છો બધા ભરવાડો સરખા ન હોય ભરવાડની વાત નહી કરવાની સારાવાટ નહી રહે તેમ કહી વિનુ ભરવાડ ઉશ્કેરાઇ ગયેલ અને પાંચ દશ મીનીટ ઉભો રહે તેમ કહી ફોન કરી અને બીજા ભરવાડોને બોલાવતા લોખંડના પાઇપ, લાકડીઓ લઇને આવેલ હતા અને કોર્પોરેટર અનિલ રાઠોડ, પિયુષ અનિલભાઇ રાઠોડ, વીનુ કાનાભાઇ, રણછોડ ઇન્દુભાઇ, ભરત રૈયાભાઇ, રમેશ લાલુભાઇ સહીતના ભરવાડોએ ફરીયાદીને ધોકા અને પાઇપથી માર મારી ગંભીર ઇજા પહોંચાડેલ હતી.

આ બનાવની તપાસ પ્ર.નગર પોલીસ સબ ઇન્સ્પેકટર પરમારે નોંધી તપાસ કરેલ અને તપાસના અંતે કોર્પોરેટર અનિલ રાઠોડ સહીતનાને ઇ.પી.કો. કલમ ૩૨૬ જેવા ગંભીર ગુન્હામાં ધરપકડ કરી અને પુરતો પુરાવો હોય કોર્ટમાં ચાર્જશીટ મુકેલ હતુ આ કેસ ચીફ જયુડી.મેજી.કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો આદેશ કરેલ હતો. આ કામમાં કોર્પોરેટર અનિલ રાઠોડ સહીતના તરફે શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, અમૃતા ભારદ્વાજ, રવિ ઠુંમર, પી.જે.વઘાસીયા, એસ.એ.શુકલા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.

(4:06 pm IST)