Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પાશ્વા એનર્જી દ્વારા ઘર-ઘર સોલાર સ્કીમઃ કિંમતમાં કડાકો

લાઇટ બીલની મગજમારીમાંથી મુકિતઃ રપ વર્ષની વોરન્ટીવાળી ટેકનોલોજી : કિલોવોટની સિસ્ટમ ૭૦,૦૦૦ની થતી તે રૂ.૪૮,૩૦૦માં ફીટ થશેઃનવી ટેકનોલોજી, બેટરીની ઝંઝટ માંથી મુકિતઃ ભારતની નામી કંપનીની સોલાર પેનલઃ કેન્દ્ર-રાજય સરકારોની ગંજાવર સબસીડીઃ ઘર-ઘર પાવર સ્ટેશન બની શકશેઃ પ્રતિ કિ.વો.૬૦ સ્કવેર ફુટ જગ્યામાં સિસ્ટમ ફીટ થઇ શકે

પાશ્વા એનર્જી દ્વારા તાજેતરમાં યોજાયેલા સેમીનારની તસ્વીરમાં કંપનીના ડાયરેકટર ભાર્ગવ આનંદ, રાજકોટ બ્રાન્ચના મેનેજર મુકેશ પરમાર નજરે પડે છે.

રાજકોટ તા.૧૭: ભારત સુર્યદેવનો આરાધક દેશ છે. પ્રાચીનકાળથી સુર્ય-સાધના થાય છે. દેશમાં સુર્ય-ઉર્જા-તાપ ભરપુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ ઉર્જા હવે આશીર્વાદ બનીને વરસવાની છે. ઘર-ઘર સોલાર સિસ્ટમની સ્કીમ શકય અને સરળ બની છે. અઢી દાયકા સુધીની ગેરેન્ટેડ સિસ્ટમ ઉત્પાદિત થવા લાગી છે. કિંમતમાં પણ ગજબના કડાકા થયા છે. ૧ કિલો વોટની સિસ્ટમ ૬૯૦૦૦ આસપાસ થતી એ હવે ૪૮,૩૦૦ માં ઉપલબ્ધ છે અને કેન્દ્ર-રાજય સરકારની ગંજાવર સબસીડીના કારણે આ સિસ્ટમ ૨૩,૮૦૦ રૂ. જેટલી કિંમતાં ફીટ થઇ શકે છે.

અમદાવાદ સ્થિત પાશ્વા એનર્જી પ્રા.લી.એ ઘર-ઘર સોલાર સ્કીમ અમલમાં મુકી છે. કંપનીના રાજકોટના મુકેશભાઇ પરમાર 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતા. તેઓ બી.ઇ. ઇલેકટ્રીકલ એન્જીનીયર છે. ટેકનિકલ બાબત અંગે શ્રી પરમારે જણાવ્યું હતું કે ભુતકાળમાં સોલાર સિસ્ટમ ખર્ચાળ સાબિત થતી હતી. હવે પુર્ણપણે નવી ટેકનોલોજી આવી ગઇ છે. ચાઇનીસ સિસ્ટમ લગભગ રદ્દ થઇ ગઇ છે. રપ વર્ષની ફુલ વોરન્ટીવાળી ટેકનોલોજી છે. અને ખર્ચ અડધાથી પણ ઓછો થલ ગયો છે. ઘરની અગાસીમાં માત્ર  પ્રતિ કિ.વો. ૬૦ સ્કવેર ફુટ જગ્યામાં પણ સિસ્ટમ ફીટ થઇ જાય છે. લાઇટ બીલ માંથી સંપુર્ણ મુકિત સંભવ બની છે.

*ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા રાજયનાં જિલ્લાઓમાં ઘરે-ઘરે સોૈર ઉર્જા પહોંચાડવા માટે ''૨૦૧૮ સોલારી રૂફટોપ યોજના'' અમલમાં મુકવામાં આવી છે.

* આ યોજના અંતર્ગત ગયા વર્ષ કરતાં આ વર્ષેે સોલાર સિસ્ટમની કિંમતમાં ધરખમ ઘટાડો તથા તેમાં પણ ભારત સરકાર તરફથી ૩૦% સુધીની અધધ સબસીડી મળવા પાત્ર છે.

* આપનાં ઘરની અગાસી ઉપર રપ વર્ષની પરફોર્મન્સ વોરન્ટી સાથે સોલાર સિસ્ટમ લગાવી શકશો.

* બેટરી વગરનું આ ઉપકરણ હોવાથી મેઇન્ટેનન્સની કોઇ ઝંઝટ નહી.

* સોલાર સિસ્ટમનો ઉપયોગ આપણાં ઘરમાં રહેલી તમામ ઇલેકટ્રીક આઇટમો જેવી કે એ.સી. ટી.વી., ફ્રીઝ, પાણીની મોટર, વોશિંગમશીન, ઇસ્ત્રી, લાઇટ, પંખા, વગેરેના વપરાશ માટે આપણે ઉપયોગ માં લઇ શકીએ છીએ.

પાશ્વા એનર્જીનાં ડાયરેકટર ભાર્ગવભાઇ આનંદના સહયોગથી ઇન્ડો જર્મન ટુલરૂમ રાજકોટ દ્વારા બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જે સમયે ભાર્ગવ આનંદે ઇન્ટરવ્યુંમાં સોલાર વિશે જણાવ્યું હતું.

ઓફ સોલાર પી.વી. સિસ્ટમ, સોલાર પેન્લસ, સોલાર સેલ, રૂફટોપ સિસ્ટમ ગ્રીડ કનેકટેડ, સિસ્ટમ, માર્કેટીંંગ પ્લાનીંગ અને ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ગર્વમેન્ટ સ્કીમ વગેરેની સચોટ માહિતી તેઓએ સેમીનારનાં પ્રોગ્રામમાં આપી હતી.

ગ્રીડ કનેકટેડ સોલાર રૂફટોપ સિસ્ટમ શું છે ?

ગ્રીડ કનેકટેડ સોલાર રૂફટોપ અથવા સ્મોલ સોલાર ફોટો વોલ્ટેઇક (એસપીવી) સિસ્ટમ, જે ડી.સી. પાવર જનરેટ કરે છે. અને ડી.સી. પાવરને એસી પાવરમાં બદલાવાય છે. અને આ એ.સી. પાવરને ગ્રીડમાં આપવામાં આવે છે. અથવા ૪૪૦/૨૨૦ વોલ્ટ થ્રી ફેઇજ/સિંગલ ફેઇઝ લાઇન અથવા સિસ્ટમની કેપેસીટી પ્રમાણે રેસીડેન્સીયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે ગ્રીડને આપવામાં આવે છે.

ભાર્ગવ આનંદ

મો.નં. (૯૯૦૯૯૦ ૪૩૩૨)

આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે અને સિસ્ટમના રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો પાશ્વા એનર્જી પ્રાઇવેટ લીમીટેડ રાજકોટ તેમજ હેડ ઓફિસ અમદાવાદ માં છે. ૨૦૩, રામેશ્વર કોમ્પલેક્ષ  અકિલા પ્રેસની બાજુમાં સદર રાજકોટ ખાતે મુકેશ પરમાર મો.નં. ૯૮૨૫૧ ૫૮૩૩૧ સંપર્ક થઇ શકે છે.

સોલાર પ્રત્યે સરકાર વધારે ધ્યાન કેન્દ્રિત કરે

નાના માણસને વધારે લાભ મળે તેવું આયોજન જરૂરીઃ ડિલર્સનો સબસીડી પ્રશ્ન પણ ઉકેલો

રાજકોટ તા.૧૭: પાશ્વા એનર્જીના ડાયરેકટર ભાર્ગવ આનંદ કહે છે કે, ઘેર-ઘેર સોલાર સિસ્ટમ માટે સરકારના પ્રયત્નો અભિનંદનીય છે, પરંતુ સામાન્ય પરિવારો સુધી આ લાભ પહોંચે તે માટે વહીવટી અને ટેકનિકલ પ્રશ્નો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ગુજરાતમાં રેસીડેન્સીયલ સોલાર રૂફટોપનો આ વર્ષે ૧૨૫ મેગા વોટનો ટાર્ગેટ રાખ્યો છે. ગયા વર્ષે ૧ કિલોવોટના  ભાવ રૂ. ૬૯૦૦૦ હતા જે આ વર્ષે રૂ. ૪૮,૩૦૦ કર્યા છે. જો કે ટેકનિકલ દ્રષ્ટિએ આ બાબત મુશ્કેલ છે. ઉત્પાદકોને ૧ થી ર kwની  સિસ્ટમ આ ભાવમાં ઉત્પાદિત કરવી પોસાતી નથી. આ કારણે ૩ કિલો વોટની સિસ્ટમ જ ફીટ કરવી પડે, નાના માણસો લાભથી વંચિત રહી જશે.

આ ઉપરાંત કેન્દ્ર-રાજય સરકારોએ ડીલર્સને સબસીડી પરત આપવા માટેનો સમય નિશ્ચિત કર્યો નથી. ઘણાં ડીલર્સની ગયા વર્ષની સબસીડી પણ બાકી છે. તેમ છતાં ડિલર્સને આ સબસીડીની રકમ ઉપર ઇનકમ રેટમાં ગણીને રીટર્ન ભરવો પડશે. જેથી સરકારે સબસીડી પરત કરવાની ટેકનિકલ વહીવટી પ્રક્રિયા રીટર્ન ભરવાનાં સમય પહેલા પતાવી દેવી જોઇએ.

(4:05 pm IST)