Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કલેકટર દ્વારા ૩૪ પેઢીઓ પાસેથી ૪૭ કરોડ વસુલવા મામલતદારોને આદેશઃ બાકીદારોની મિલ્કતનો કબજો લ્યો

દેના બેન્ક, બેન્ક ઓફ બરોડા, યુનિયન, સેન્ટ્રલ, કોટક, કોર્પોરેશન, નાગરિક, કર્ણાટક, બીઓઆઈ, ફાયનાન્સ કંપનીના હાલ કરોડો ડૂબી ગયા : ધડાધડ કાર્યવાહી કરવા રીપોર્ટ કરવા સૂચનાઃ સિકયુરીટાઈઝેશન એકટ હેઠળ કલેકટરના ચૂકાદા

રાજકોટ, તા. ૧૮ :. ધી સિકયુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટ્રસ્ટ એકટ-૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ બાકીદારોએ બેંકમાંથી લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારની સિકયોર્ડ એસેટસનો કબ્જો સિકયોર્ડ ક્રેડીટર એટલે કે બેંકને અપાવવાનો રહે છે. આ બાબતમાં જિલ્લા કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તાએ હાલમાં બેંકોની ૩૪ જેટલી દરખાસ્તોમાં બાકીદારની મિલ્કતોનો કબ્જો બેંકને અપાવવા સંબંધિત મામલતદારશ્રીઓને અધિકૃત કરતા હુકમો કર્યા છે. જેમા રૂપિયા ૪૭ કરોડ ૦૬ લાખ ૬૩ હજાર ૮૭૫ તથા ૧૦ પૈસા રૂપિયાની વસુલાત કરવા માટે લોન ભરપાઈ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલ્કતો કે જે બેંકમાં તારણમાં મુકવામાં આવેલ હોય તેવી મિલ્કતોનો કબ્જો બેંકોને અપાવવા મામલતદારોને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. રાહુલ ગુપ્તાએ આદેશ કર્યો છે. બેંકોના નાણા ન ભરતા બાકીદારોને આ મુજબ છે.

 

 

બેંકનું નામ

બાકીદારનું નામ

લેણી રકમ

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

મેસર્સ રાજકોટ પોલીટેક પ્રા.લી. તથા અન્ય-૪

૭૩,૯૩,૧૭૦-૪૦

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

વિમલાબેન રાજેન્દ્રભાઇ વાંક તથા અન્ય-૧

૬,૧૬,૮૮૫-૦૦

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

મેસર્સ પાયલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૪

૪૨,૮૦,૯૧૯-૦૦

દેના બેંક

મેસર્સ પાયલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧

૧,૬૨,૭૦,૭૯૬-૨૦

રાજકોટ નાગરીક સહકારી બેંક લી.

બીન્દ્રાબેન મનીષકુમાર કણસાગરા

૬,૯૮,૦૨૧-૮૦

 

તથા અન્ય-૩

 

બેંક ઓફ બરોડા

મેસર્સ ન્યુ કંચન કશીન ટુલ્સ તથા અન્ય-૩

૬૮,૯૫,૩૫૭-૭૫

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લી.

મુકેશકુમાર રણછોડભાઇ પોલારા તથા અન્ય-૨

૫,૧૮,૩૩૩-૦૦

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લી.

મેસર્સ દ્રષ્ટિ એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૨

૬૫,૪૭,૫૪૫-૦૦

કોટક મહિન્દ્રા બેંક લી.

મેસર્સ જી.જી. હિન્સુ એન્ડ કાંુ. તથા અન્ય-૩

૫૭,૯૧,૪૧૦-૮૪

કોર્પોરેશન બેંક

જેઆરડી એન્ડ એસોસીએટર્સ તથા અન્ય-૧

૧૧,૧૮,૭૮૦-૦૦

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લી.

પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ રામાણી તથા અન્ય-પ

૧૬,૦૩,૨૩૮-૦૦

આવાસ ફાનાર્ન્સ લીમીટેડ

ઘનશ્યામ હરજીવનભાઇ લખતરીયા અન્ય-૩

૧૪,૩૬,૩૩૨-૦૦

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

મેસર્સ નંદ એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૧

૨૪,૫૩,૦૮૪-૧૯

રાજકોટ નાગરિક સહકારી બેંક લી.

મેસર્સ હિતેષ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૨

૧૧,૮૪,૮૦,૩૮૮-૩૪

બેંક ઓફ ઇન્ડિયા

મનસુખભાઇ ગાંડુભાઇ બાલધા તથા અન્ય-૧

૭૭,૨૬,૯૮૧-૦૦

બેંક ઓફ બરોડા

મેસર્સ ભાર્ગવ પ્રોટીન્સ તથા અન્ય-પ

૧,૯૦,૬૧,૮૯૫-૪૩

રાજકોટ નાગરિક સહકારી બેંક લી.

મેસર્સ ગીતા એગ્રો તથા અન્ય-૩

૫૧,૭૭,૭૧૦-૦૦

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

 રાજ રાજશીભાઇ જોગલ તથા અન્ય-૩

૪૪,૯૦,૯૨૪-૬૦

એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લી.

કિરણકુમાર રતિલાલ પિત્રોડા તથા અન્ય-પ

૬,૧૦,૮૫૧-૦૦

ધ કર્ણાટક બેંક લી.

મયુરધ્વજસિંહજી દિગ્વિજયસિંહ જાડેજા

૪૬,૩૧,૦૧૨-૦૦

 

તથા અન્ય-૭

 

કર્ણાટક બેંક લી.

છગનભાઇ ગોરધનભાઇ ગુંદાણીયા

૧,૧૪,૯૮,૯૭૬-૦૦

 

તથા અન્ય-૧

 

કર્ણાટક બેંક લી.

મહેશભાઇ પરસોતમભાઇ ગુંદાણીયા

૧,૩૨,૫૩,૮૨૭-૦૦

 

તથા અન્ય-૧

 

કર્ણાટક બેંક લી.

કૃષ્ણકાંત કેશવભાઇ ગીણોયા તથા અન્ય-૧

૧,૩૦,૭૧,૭૧૨-૦૦

દેંના બેંક

મેસર્સ સરદાર કોટન તથા અન્ય-૫

૧૧,૮૯,૯૬,૩૭૪-૨૬

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

મેસર્સ રીયલ એલોય કાસ્ટ કાું.

૨૯,૧૫,૬૪૨-૦૦

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

દિપક અવતરામ ગુલબાની તથા અન્ય-ર

૨૧,૦૫,૬૨૧-૭૮

દેના બેંક

શિલ્પાબેન મહેશભાઇ ખુંટ તથા અન્ય-૩

૬,૨૪,૧૭,૮૬૫ -૨૭

દેના બેંક

મેસર્સ અમૃત સોલાર પ્રા.લી. તથા અન્ય-૩

૨,૪૬,૫૦,૬૨૩ -૨૧

બેંક ઓફ બરોડા

વિજયસિંહ સુધીરસિંહ ચુડાસમા તથા અન્ય-૨

૧૩,૫૧,૪૦૩-૦૦

મેગમા હાઉસીંગ ફાયનાન્સ

રાજેશકુમાર મનસુખલાલ ચુડાસમા-અન્ય-૨

૨૩,૮૩,૮૬૪-૦૦

આવાસ ફાયનાન્સ લી.

ભાવેશભાઈ બાબુભાઈ ગઢીયા તથા અન્ય-૨

૫,૩૨,૯૪૬-૦૦

એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક લી.

વિજયભાઈ રાઘવજીભાઈ વાગડીયા

૩,૭૮,૪૩૯-૦૦

એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક લી.

ઉમેશભાઈ એમ. ગોસ્વામી તથા અન્ય-૮

૮,૧૦,૭૯૪-૦૦

એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક લી.

ભાવેશભાઈ વિનુભાઈ પરી તથા અન્ય-૨

૧૩,૦૨,૯૪૬-૦૦

ઉપયુકત વિગતે જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ કુલ ૩૪ પેઢીઓના બાકી લેણા રૂપિયા ૪૭ કરોડ ૦૬ લાખ ૬૩ હજાર ૮૭૫ની વસુલાત કરવા સ્થાવર તથા જંગમ મિલ્કતોનો કબ્જો બેંકોને અપાવવા જિલ્લાના મામલતદારોને અધિકૃત કર્યા છે અને કબ્જા લઈ તાકિદે રીપોર્ટ કરવા પણ સૂચના આપી છે.(૨-૧૭)

(4:03 pm IST)