Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કોર્ટના હુકમની અવગણના કરવા અંગે રજીસ્ટ્રાર સહકારી મંડળી ગાંધીનગરને નોટીસ

રાજકોટ, તા.૧૮:  અદાલતના હુકમનામાની અવગણના બદલ ગાંધીનગરના રજીસ્ટ્રાર શ્રી સહકારી મંડળીનાઓને કોર્ટના હુકમનો અનાદર બદલ શા માટે કાર્યવાહી ન કરવી તે મતલબની કારણ દર્શક નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે.

રાજકોટ બહુમાળી ભવનમાં જીલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર તરીકે કામ કરતા કર્મચારી ભવાનભાઇ પોપટભાઇ મેંદપરાની તરફેણમાં તા.૧૨/૦૪/૨૦૦૬ના અપીલના કામમાં ચુકાદો આવેલ જે ચુકાદા સામે સરકારશ્રીએ કોઇ કાર્યવાહી કરેલ નહી અને ચુકાઇ સ્વીકારવામાં આવેલ અને તે મુજબ જન્મ તારીખમાં ફેરફાર સેવાપોથીમાં કરવામાં આવેલ. ગાંધીનગરના અધિક રજીસ્ટ્રાર(વહીવટ)સહકારી મંડળીઓ દ્વારા ચુકાદાની વિરૂધ્ધ જઇ આ કર્મચારીને તા.૩૦/૬/૨૦૧૬ના રોજ સરકારી સેવામાંથી ફરજ મુકત કરવામાં આવેલ.

આ કામના કર્મચારીએ હુકમનામાની અમલવારી કરવા સને-૨૦૧૬માં દીવાની દરખાસ્ત ભરી હુકમનામા મુજબ ફરજ ઉપર લેવાની માંગણી સાથે કાનુની કાર્યવાહી કરેલી જેમાં તા.૧૩/૦૭/૨૦૧૬ના રોજ હુકમનામાની અમલવારી કરવા આદેશ કરવામાં આવેલ પરંતુ તે મુજબ કર્મચારીને ફરજ ઉપર લેવામાં આવેલ નહી અને હુકમનામાની અવગણના કરવામાં આવેલી.

તાજેતરમાં દીવાની અદાલતે તા.૭/૯/૨૦૧૮ના રોજ હુકમનામાની અમલવારી હુકમ માત્ર કાગળ ઉપર રહે નહી જેથી સમયમર્યાદામાં ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ન હોય જેથી કોર્ટના અનાદર બદલ રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ગાંધીનગરને કોર્ટના હુકમના તીરસ્કાર બદલ કારણદર્શક નોટીસ રાજકોટના સીવીલ જજ શ્રી સુતરીયાએ તે માટે રૂબરૂ હાજર રહેવા માટે નોટીસ ફરમાવેલ છે. આ કામમાં કર્મચારીના એડવોકેટ દરજજે શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કુણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સરેશ ફળદુ, વિનય ઓઝા, ધમેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી, પાર્થ પી. ચૌહાણ રોકાયેલા હતા.

(4:03 pm IST)