Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સોની બજારમાં યુવતિનો ગૂમ થયેલો મોબાઇલ કયુઆરટીએ શોધી આપ્યો

ખોવાયેલો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો'તોઃ એક ટાબરીયાના હાથમાં આવતાં પોલીસે મુળ માલિકને બોલાવીને સુપરત કર્યો

રાજકોટ તા. ૧૮: સોની બજારમાં ખરીદી કરવા આવેલા એક યુવતિનો કિંમતી મોબાઇલ ફોન થેલી સાથે પડી જતાંતેણે આ વિસ્તારમાં પેટ્રોલીગમાં રહેલી કયુઆરટી ટીમને જાણ કરતાં પોલીસે મોબાઇલમાં નંબર ડાયલ કર્યો હતો. પણ એ ફોન બંધ આવતો હતો. કયુઆરટીની ટીમે આ બહેનના નંબર નોંધી મળશે તો જાણ કરશે તેમ જણાવ્યું હતું. એ પછી તપાસ શરૂ કરી હતી અને વેપારીઓને તથા રાહદારીઓને મોબાઇલ બાબતે પુછ્યું હતું. દરમિયાન એક ટાબરીયા પાસે મોબાઇલ હોવાની જાણ વેપારી મારફત થતાં કયુઆરટી ટીમના ઇન્ચાર્જ દિલીપસિંહ ચોેહાણ, અશ્વિનભાઇ ડાંગર, દિગ્વીજયસિંહ જાડેજા, રાજેશભાઇ ગોસ્વામી સહિતે તપાસ કરતાં ટાબરીયાએ ફોન પોતાને મળ્યો હોવાની વાત કરી હતી. પોલીસે મુળ માલિક બહેનને બોલાવીને ફોન પરત કર્યો હતો. ખોવાયેલો ફોન ચાલીસ જ મિનીટમાં પાછો મળી જતાં આ બહેન ખુશ થઇ ગયા હતાં અને પોલીસની કામગીરીને વખાણી હતી.

(3:53 pm IST)