Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વામ્બે આવાસના પ્રમુખની હત્યાની કોશીષના ગુન્હામાં વધુ એક પકડાયો

તાલુકા પોલીસે સંદીપ ઉર્ફે સેન્ડી ખેરને નાનામવા રોડ પરથી દબોચ્યોઃ પાંચ મહિના પહેલા વીજયગીરી ગોસ્વામી પર રાજુ યાદવ અને સંદીપે છરીથી હુમલો કર્યો'તો

રાજકોટ તા. ૧૮ : ાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના કવાટરમાં પાંચ મહિના પહેલા વામ્બે આવાસ પ્રમુખને છરીના ઝીંકી હોવાની કોશિષના ગુન્હામાં સામેલ વધુ એક શખ્સને તાલુકા પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર સીધ્ધાર્થ ખત્રી અને ડીસીપી મનોહરસિંહ જાડેજો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા તાલુકા પોલીસ મથકના પીઆઇ વણઝારના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પીએસઆઇ જી.એસ.ગઢવી, એએસઆઇ ડી.વી.ખાંભલા, હેડ કોન્સ શર્ષદસિંહ, અરવિંદભાઇ કવાડીયા, અરજણભાઇ, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, અશોકભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, અને ગોપાલસિંહ જાડેજા સહિત પેટોલીંગમાં હતા ત્યારે કોન્સ. નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીને મળેલી બાતમીના આધારે હત્યાની કોશિષના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી ફરાર સંદીપ ઉર્ફે સેન્ડી રમેશભાઇ ખેર (ઉ.ર૬) (રે.હવામ્બે આવાસ યોજના કવાટર) ને નાનામવા રોડ પર ભીમનગર સર્કલ પાસેથી પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા પાંચ મહિના પહેલા વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતા વીજયગીરી ભીખુગીરી ગોસ્વમીએ દારૂનો ધંધો બંધ કરવા બાબતે અરજી કરેલ હોઇ, તે બાબતનો ખાર રાખી રાજુ ઉર્ફે ડીમ્પલ, કૃષ્ણમોરારી યાદવ અને સંદીપ ઉર્ફે સેન્ડી ખેરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યોહતો. આ બનાવમાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે રાજુ ઉર્ફે ડીમ્પલ યાદવની ધરપકડ કરી હતી અને આ ગુન્હામાં સંદીપ ઉર્ફે સેન્ડી ભાગી ગયો હતો. આ અંગે તાલુકા પોલીસે ગઇકાલે સંદીપ ઉર્ફે સેન્ડીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:53 pm IST)