Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રણજીતસિંહ ઠાકુરના ઘરે વિઘ્નહર્તાની ભાવભેર આરાધના

૨૨ વર્ષથી દુંદાળા દેવની ઇકો ફ્રેન્ડલી મુર્તિ ખાસ મુંબઇથી આવે છે

રાજકોટઃ શહેરની ક્રાઇમ બ્રાંચમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં રણજીતસિંહ ઠાકુરના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા દેવની ભાવભેર પધરામણી થઇ છે. છેલ્લા ૨૨ વર્ષથી આ પરિવાર મુંબઇથી ખાસ ઇકોફ્રેન્ડલી મુર્તિ લાવીને સ્થાપના કરે છે. મુંબઇથી રણજીતસિંહના કાકાશ્રી મધુકર એસ. ઠાકુર, ગુલાબસિંહ ઠાકુર ગણપતિ દાદાની મુર્તિ તથા ડેકોરેશનની ચીજવસ્તુ ટ્રેન મારફત રાજકોટ લાવે છે. દરરોજ સવારે અને સાંજે દુંદાળાદેવની આરતી પૂજન કરવામાં આવે છે. ઠાકુર પરિવારના રણજીતસિંહ ઠાકુર, રાહુલ ઠાકુર, દિવ્યરાજ ઠાકુર, જયદિપસિંહ ઠાકુર, ઉમેદસિંહ ઠાકુર તેમજ પડોશીઓ વૈશાલીબેન, જયશ્રીબેન, રાજુલબેન દવે, ચાંદનીબા, નિધીબા, જીતેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, પ્રિતીબા જાડેજા, કિરણબેન, પ્રકાશભાઇ દવે, જગદીશભાઇ દવે, જીલબેન, નિકીતા, ભાર્ગવી, મીરા સહિતના દ્વારા ગણપતિ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે.

(3:52 pm IST)