Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

હોસ્પીટલ ચોકમાં બ્રિજ ભલે બનાવો પરંતુ ડો. આંબેડકરજીની પ્રતિમાનું માન જાળવજોઃ કોંગ્રેસનું સુચન

 

ડો.આંબેડકરજીની પ્રતિમાને ઝાંખપ લાગશે તો આંદોલનઃ રમેશ ડૈયાની ચિમકી

રાજકોટ તા.૧૮ : શહેરમાં હોસ્પીટલ ચોકમાં ઓવરબ્રીજ બનાવવાના નિર્ણયના પ્રત્યાઘાત આપતા શહેર કોંગ્રેસના મહામંત્રી રમેશ ડૈયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓવર બ્રીજના નિર્માણ દરમિયાન આ સ્થળે રહેલી ડો. આંબેડકરજીની પ્રતિમાને ઝાંખપ લાગશે તો આંદોલન કરવાની ફરજ પડશે.

આ અંગે રમેશભાઇ ડૈયાએ નિવેદનમાં જણાવ્યું હતુ કે શહેરમાં વધતી વસ્તી અને વાહન વ્યવહારને વ્યવસ્થીત કરવા ઓવરબ્રિજ આવશ્યક અને અનિવાર્ય છે.એમાં કોઇ શંકા નથી શહેરની શોભા અને સગવડતા વધે એમાં સૌ સહમત હોય છેપરંતુ આ શોભા અને સગવડતામાં કોઇની આસ્થા કે લાગણી દુભાય નહી એનુ ખાસ ધ્યાન રાખવુ એ સરકારી તંત્રની નૈતિક ફરજ છે

આ અંગે રમેશભાઇએ જણાવ્યું છેકે હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબની પ્રતિમા છ.ે બાબાસાહેબ માત્ર બંધારણના ઘડવૈયા જ નહી પરંતુ ભારત દેશના મસિહા છે મહિલાઓના મુકતી દાતા પણ છે એક રીતે જોઇએ તો આખો દેશ બાબાસાહેબના ઉપકારના ભાર નીચે છ.ે આખી દુનિયા જેમને સિમ્બોલ ઓફ નોલેજ તરીખે ઓળખે છે. એવા ડો. ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ઝાંખપ ન લાગે અને શહેરની શોભા વધારવામાં પ્રતિમાની અનદેખી ન થાય તે ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજની ડીઝાઇન નકકી કરવામાં આવે તો સ્વિકાર્ય રહેશે અન્યથાડો.આંબેડકરજીના  બંધારણમાં શ્વાસ લઇ રહેલા બુદ્ધિજીવી નાગરીકોને આંદોલન કરવાની ફરજ પડશે.  આ નમ્ર માંગણીને તંત્ર જો નબળી સમજીને ગંભીરતા નહી દાખવે  અને બાબાસાહેબની પ્રતિમાને ઝાંખપ લાગે એવુ કામ થશે તો સમગ્ર સમાજ આંદોલન કરશે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચિમકી નવેદનના અંતે ઉચ્ચારાઇ છે.

(3:50 pm IST)