Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજકોટ ચોર્યાસી ભરવાડ સમાજના આગેવાનોની જગાભાઇ ભરવાડ વિરૂધ્ધ વળતી રજૂઆતઃનોટીસ મોકલવામાં આવી

રાજકોટઃ શહેરના જગાભાઇ હદાભાઇ ડાભી અને રાજાભાઇ તેજાભાઇ રાતડીયાના  સંતાનોના લગ્ન સંબંધ સંદર્ભે રાજકોટ ચોર્યાસી ભરવાડ સમાજને મધ્યસ્થી થવાનું જણાવતાં સમાજના આગેવાનો હીરાભાઇ બાંભવા, નારણભાઇ ટારીયા, લીંબાભાઇ માટીયા, બાબુભાઇ સરૈયા, હરિભાઇ માટીયા, રાજભાઇ રાતડીયા, પુનાભાઇ રાતડીયા, ઇડાભાઇ રાતડીયા, જીવણભાઇ રાતડીયા, કરસનભાઇ રાતડીયા, કાનજીભાઇ રાતડીયાએ મધ્યસ્થી બની જુદા-જુદા સમયે પત્રીકાઓ છપાવી જ્ઞાતિના કુટુંબોને સમાજ હિતની ભાવનાથી ભેગા કર્યા હતાં. દરેક વખતે રાજાભાઇ અને જગાભાઇ વચ્ચે લેખીતમાં બાહેંધરી ખતો લખાવી સમાધાન કરાવાયું હતું. જ્ઞાતિ સમક્ષ થયેલા લેખિત-મોૈખિક સમાધાનોનું જ્ઞાતિમાં ખાસ મહત્વ હોય છે. ત્યારે જાગભાઇ ડાભાીએ શરતોનો ભંગ કરી જ્ઞાતિ અગ્રણીઓ વિરૂધ્ધ રજૂઆતો કરી છે. હવે તેમની સામે જ્ઞાતિ દ્વારા બદનક્ષીની નોટીસ મોકલવામાં આવી છે.  આ પ્રકરણનો તાકીદે નિવેડો નહિ આવે તો કાનુની લડાઇ શરૂ થશે તેમ જ્ઞાતિના આગેવાનોએ જણાવ્યું છે.

(3:44 pm IST)