Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'આજકાલ ગરબા ૨૦૧૮' ધૂમ મચાવશે : ખેલૈયાઓમાં થનગનાટ : લોકગીત - ફયુઝન ગીતોનો સંગમ

વિરાણી હાઈસ્કુલના મેદાનમાં આયોજન : કડક સુરક્ષા વ્યવસ્થા

રાજકોટ, તા. ૧૮ : ધનરાજ ગ્રુપના ''આજકાલ'' દૈનિક દ્વારા આ વખતે નવમા વર્ષે પણ નવલી નવરાત્રીનું ધમાકેદાર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિરાણી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ''આજકાલ ગરબા-૨૦૧૮'' અનેક આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. મુંબઈના પ્રખ્યાત સિંગર્સ અને ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે અને ખેલૈયાઓને નવરાત્રીનો આનંદ લૂંટાવશે.

''આજકાલ'' નવરાત્રી મહોત્સવનો આ વર્ષે પણ આગાઝ થતાની સાથે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

''આજકાલ'' ગરબામાં આ વખતે રાહુલ પુરેચા, કપિલ કુમાર, ગોરલ દવે અને અમી ગોસાઈ રીધમ ઓફ ઈન્ડિયા ઓરકેસ્ટ્રાની સાથે ધૂમ મચાવશે.

મેદાનમાં સીસીટીવી કેમેરા તેમજ મેટલ ડીટેકટર સહિતના સાધનો મૂકવામાં આવે છે. સિકયુરીટી ગાર્ડઝ પણ તૈનાત કરવામાં આવે છે. વિરાણી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં નયનરમ્ય રોશની અને અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમને કારણે નવરાત્રીનો માહોલ કંઈક અલગ જ જોવા મળતો હોય છે.

પ્રિન્સ - પ્રિન્સેસને સુઝુકી, એકટીવા, ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, ઘરઘંટી, મોબાઈલ, સોનાનો ચેન, ટ્રાવેલ પેકેજ એવા ઈનામોથી નવાજવામાં આવશે. પ્રિન્સ-પ્રિન્સેસ ઉપરાંત કિડ્ઝ માટે પણ અલગ ઈનામો તેમજ વેલડ્રેસ માટે પણ પ્રોત્સાહક ઈનામો રાખવામાં આવ્યા છે.

આ વખતે પ્રિન્સ - પ્રિન્સેસની પસંદગીમાં પણ ''આજકાલ'' દ્વારા નવા માપદંડ અપનાવવામાં આવ્યા છે અને વિજેતાની પસંદગી માટે પણ પ્રોફેશ્નલ જજ રાખવામાં આવ્યા છે. વધુ વિગતો માટે (મો.૯૮૨૪૨ ૪૯૦૯૪ અને ૯૮૯૮૪ ૮૫૮૧૫) સંપર્ક કરવો.

પાસ મેળવવાના સ્થળ

આજકાલ ગરબા-૨૦૧૮ના પાસ મેળવવા માટે (૧) ધનરંજની બિલ્ડીંગ, ૧લો માળ, ડો. યાજ્ઞિક રોડ પાસ માટે મો.૯૮૨૪૨ ૪૯૦૯૪/ ૯૮૯૮૪ ૮૫૮૧૫ (૨) લેટેસ્ટ ડાન્સ એકેડમી અને હોબી સેન્ટર (૨૬-પ્રહલાદ પ્લોટ કોર્નર, દિગ્વિજય પ્લોટ મેઈન રોડ, મો. ૯૩૨૭૪ ૨૯૦૫૦) (૩) જસ્ટ  બ્લાઉઝ (શોપ નં.૧, હોલી ડે કોર્પોરેટ સ્કવેર, ગંગા હોલની સામે, અમીન માર્ગ મો.૮૪૦૧૮ ૬૬૨૪૪ (૪) નયન હેર ડ્રેસર (સોરઠીયાવાડી), (૫) શી - વર્લ્ડ (સરદારનગર મેઈન રોડ, એબીસી કલર લેબ સામે (૬) કુમાર હેર આર્ટ (ઓસ્કાર સીટી ટાવર સામે, સાધુ વાસવાણી રોડ) ખાતે પણ પાસનું બુકીંગ કરાવી શકાશે.

(3:44 pm IST)