Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

શ્રી યુનિવર્સલ સ્કૂલના તેજસ્વી તારલાઓનું સન્માન

રાજકોટ : અહીંના ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલી શ્રી યુનિવર્સલ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો 'જ્ઞાનરત્ ન સન્માન સમારોહ'  યોજાયો જેમાં ધો. ૧ થી ૧૨ માં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ ૩૦૦ થી વધારે વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનીત થયા. ધોરણ-૧૦ નું શાળાનું પરિણામ ૧૦૦% હતું. ચોવટીયા દેવ ૯૯.૯૯  PR  સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ, ગઢિયા એકતા ૯૯.૯૬ PR  સાથે બોર્ડમાં ચોથુ સ્થાન તેમજ ધોરણ ૧૨ માં લિંબાસીયા પલ્લવી ૯૯.૪૭ PR  સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવેલ, કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે મુખ્ય મહેમાનો તરીકે શ્રી રામકૃષ્ણ આશ્રમના બકુલ મહારાજ તેમજ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વિભાગીય નાયબ નિશીક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબ રાજકોટ ઝોનના શૈલેષભાઇ સગપરીયા, લાભુભાઇ ત્રિવેદી, એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય ડો. બી.એમ. રામાણી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ, ક્રિએટીવ સ્કૂલના સંચાલક નરેશભાઇ પાટેલ, પાઠક સ્કૂલના સંચાલક ભવદીપસિંહ જેઠવા, લાલ બહાદુર શાસ્ત્રીય કન્યા વિદ્યાલયના આચાર્ય રંજનબેન પોપટ તેમજ હરિવંદના કોલેજના સંચાલક સર્વેશ્વરભાઇ ચોૈહાણ,  સેનેટ સભ્ય ડો. ભરતભાઇ વેકરીયા, નવદીપ પબ્લિકેશન સોૈરાષ્ટ્ર કચ્છ ઝોનના મેનેજર અનિલભાઇ રાખશીયા, વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિમંડળના પ્રમુખ હરેશભાઇ મોરીઘરા, વરીયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના પ્રમુમ જે.કે મોરીઘરાઘ તેમજ વસંતભાઇ સીણોજીયા, અતુલભાઇ સૂરાણી, રહેવર સ્કૂલના સંચાલક જયવિરસિંહ રહેવર, મંગલમૂર્તિ સ્કૂલના સંચાલક નરેન્દ્રભાઇ ભાડલીયા એ હાજરી આપી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહીત કરેલ હતા. ગોવિંદભાઇ પટેલ, બકુલ મહારાજ તેમજ શૈલેષભાઇ સગપરીયા એ વિદ્યાર્થીઓને પ્રસંગોચિત પ્રવચન આપેલ. શાળાના ધોરણ-૯ ના  વિદ્યાર્થીઓએ શિવાજી નૃત્ય નાટીકા કૃતિ રજુ કરેલ હતી. ઉપરાંત શાળાના સંચાલક ડો. અરૂણભાઇ સૂરાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેેલ હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક ચંદ્રેશભાઇ ખત્રી અને નલીનભાઇ સાકરીયાએ કરેલ હતું

(3:44 pm IST)