Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'રાજકોટ કા રાજા' લોકદરબારમાં આજે રાત્રે જુના ગીતોની મહેફીલ

રાજકોટઃ મધુવન કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ  ''રાજકોટ કા રાજા'' લોક દરબારમાં વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર  દુર્ગાબા જાડેજા, કિશાન મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.૧ભાજપના  રામદેવભાઇ આહીર, શહેર ભાજપ યુવા મોરચા મંત્રી હિતેષ મારૂ, મહામંત્રી ભાવેશભાઈ પરમાર, પૃથ્વીસિંહ વાળા, વિપુલ શુકલ, વીટીવી ગુજરાતનાં શ્રદ્ઘાજી ઉર્ફે  'ભાભીજી' વોર્ડ નં. ૫ ના પ્રમુખ પરેશભાઈ સખીયા, નારણભાઇ વકાતર, જયરાજભાઇ જાડેજા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

ગઈ કાલે રાત્રે ''રાજકોટ કા રાજા'' ના મંચ ઉપર ''પુજા હોબી સેંટર'' ના નાના ભૂલકાઓ  દ્વારા  સ્કેટિંગ ઉપર ''વંદે માતરમ'' ગીત રજૂ કરવામાં આવ્યુ હતું. સંચાલક  પુજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ અને દિપુદીદીન પણ ઉપસ્થિત રહેલ.

આવનારા દિવસોમાં ''રાજકોટ કા રાજા''  દ્વારા શ્રીનાથજી ની ઝાંખી, ૫૬ ભોગ, અમરનાથ યાત્રા દર્શન, ભસ્મેશ્વર બાબાના દર્શન, ફૂલોની મહાઆરતી ના પણ દર્શન કરાવવામાં આવનાર છે.

આજે રાત્રે ''રાજકોટ કા રાજા'' ના લોક દરબારમાં સપ્તસૂર ગ્રુપ ના શ્રી આશિતભાઈ  સોનપાલ અને મિનલબેન સોનપાલ ગ્રુપ દ્વારા જૂના યાદગાર  ગીતો ની મહેફિલ જમાવવામાં આવશે.  આયોજનમાં મધુવન કલબના આયોજકો પ્રમુખ સર્વેશ્રી આશિષભાઈ વાગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, સની જરિયા તેમજ સર્વે કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૮)

ગ્રીન સીટીના લોકદરબારમાં આજે સાંજે છપ્પનભોગ : દર્શન

રાજકોટ : ગ્રીન સીટી કલબ આયોજીત ગણેશોત્સવમાં લોકદરબારમાં દરરોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના તેમજ આજુબાજુની સોસાયટીના ભાવિકો ત્રણે સમયની આરતીમાં ભાવપૂર્વક લાભ લઈ રહ્યા છે. ભકતજનો દુંદાળાદેવ ગજાનન ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે. ગઈકાલે કેક કાપીને બાળકોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. તા.૨૧ના સવારે ૯:૩૦ કલાકે પૂજન - અર્ચન બાદ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પંડાલમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ વિસર્જન કરવામાં આવશે. આજે સાંજે ૪:૩૦ થી ૭:૩૦ છપ્પનભોગ દર્શનનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૦)

(3:57 pm IST)