Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આજે છઠ્ઠો દિવસ : પૂજા-આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર : દાદાના ગુણલા ગાવામાં શહેર મગ્ન

રાજકોટ તા. ૧૮ : ગજાનંદભકિતમાં રાજકોટ મગ્ન બન્યુ છે. ગણેશ મહોત્સવનો આજે છઠ્ઠો દિવસ છે. મધ્ય ચરણમાં મહોત્સવ પહોંચી ચુકયો છે. દરરોજ સવાર સાંજ ગણેશ સ્થાપન સ્થળોએ પૂજા-આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર જામી રહી છે. પ્રસાદ વિતરણ થઇ રહ્યુ છે.

એક, દિવસ, ત્રણ દિવસ એન પાંચ દિવસના સ્થાપન કરાયેલ ગણપતિજીનું ઉથાપન કરી સિર્જન કરાયુ છે. હવે દસ દિવસના ઉત્સવવાળા મોટા આયોજનો છે તેમાં ૧૧ માં વિવસે વાજતે ગાજતે વિસર્જન યાત્રા યોજી દાદાને વિદાય અપાશે. હાલ તો ગજાનંદના ભકિત ગીતોથી શહેર ધર્મમય બની રહ્યુ છે. શહેરભરમાં આયોજીત વિવિધ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ગાંધીગ્રામ, દલવાડી ચોક શાહનગરમાં મુખ્ય ચોકમાં ગણેશદાદાની સ્થાપના કરાઇ છે. દરરોજ સવાર સાંજ શેરીના લોકો દ્વાર સમુહમાં દાદાની ભકિત કરવામાં આવી રહી છે.

કિશોરકુમારના ફેન સોની દ્વારકાદાસ ઝીંજુવાડીયા દ્વારા ગણેશ ઉત્સવ સમિતિઓમાં નિઃસ્વાર્થભાવે કલા રજુ થઇ રહી છે. કિશોરકુમારના ગીતો કરાઓકેના સથવારે જે તે વિસ્તારમાં જઇને તેઓ રજુક રે છે. આ માટે કોઇપણ સમિતિ તેમનો મો.૯૭૨૭૦ ૫૬૯૧૩ ઉપર સંપર્ક કરી શકે છે.

માધાપર ચોકડી પાસે આવેલ મેરીગોલ્ડ રેસીડેન્ી ખોત ભરતભાઇ આડઠકકર પરિવાર દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન થયુ છે. જેમાં આજે દરરોજ મહાઆરતી સહીતના કાર્યકમો થઇ રહ્યા છે. દરમિયાન આજે રાત્રે ૮.૩૦ વાગ્યે મહાઆરતી બાદ અન્નકુટ પ્રસાદનું વિતરણ કરાશે. રાત્રે ધૂન ભજન રાખેલ છે. (૧૬.૧)

(4:15 pm IST)