Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખરા અર્થમાં કોમી એકતાના દર્શનઃ ઈકો ફ્રેન્ડલી આયોજન

કોટક સ્કુલમાં યોજાયો અનોખો ગણેશ ઉત્સવ

રાજકોટઃ કોટક સ્કુલનાં પ્રિન્સિપાલ ડો.માલાબેન કુંડલીયા સ્કુલમાં દરેક ધર્મને એક સરખું માન અને સન્માન આપે છે. તેના પરીણામ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં ધાર્મીક સદભાવનાનાં ઉત્તમ પ્રકારનાં સંસ્કારો રેડાય છે. આ સંસ્કારનાં પરીણામ સ્વરૂપે ધાર્મીક સદભાવનાનું વાતાવરણ ઊભું થાય તથા પર્યાવરણને પણ બચાવી શકાય. તેવું ઉત્તમ પ્રકારનું ઉદાહરણ પુરૃં પાડવા માટે ઈકો કલબના નેતૃત્વ નીચે ધો.૧૧ સાયન્સની મુસ્લીમ પરીવારની જમીલા હાફઝભાઈ માકડા, તરહાના આશિફભાઈ ઠેબા તથા મુશ્કાન અસગરઅલી મનસુરીના નેતૃત્વ નીચે સ્કુલમાં ''ગણેશ ઉત્સવ''નું આયોજન કરવામાં આવેલ.

કોઈપણ પ્રકારની ટ્રેનીંગ કે વર્કશોપ વગર, કોઈપણ પ્રકારનાં અન્ય મટીરીયલ્સ વગર ખેતરની માત્ર કાળી માટીનો જ ઉપયોગ કરીને સ્કુલમાં જ ગણપતિ બાપાની મુર્તિ બનાવીને તેનું સ્થાપન કરી. તેની આરતી પણ તેઓ ઉતારતી. ગણપતિ બાપાના વિસર્જન માટે પાણી ભરેલી ડોલમાં બાપાની મુર્તિને પધરાવી ધ્વનિ પ્રદુષણ ન ફેલાય તેવી રીતે આ પવિત્ર ચરણામૃર્ત ને સ્કુલનાં ગ્રાઉન્ડમાં જ આવેલા વૃક્ષોને સિંચન કરવામાં આવેલું

મુસ્લીમ પરિવારની છાત્રાઓ સાથે સાયન્સની અન્ય છાત્રોઓ પણ ઉત્સાહ પૂર્વક જોડાયેલી.

''ગણેશ ઉત્સવને'' સફળ બનાવવા માટે ડો.માલાબેન કુંડલીયા તથા વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભૂવાએ જહેમત ઉઠાવી હોયાનું કોટક કન્યા વિનય મંદિરના આચાર્યશ્રીની યાદી જણાવે છે.(૩૦.૭)

(3:29 pm IST)