Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શનિવારે ત્રિવિધ કાર્યક્રમો

ગૌરવ એવોર્ડ- ''ભારત સોને કી ચિડીયા''વિષે વાર્તાલાપ સાથે વાર્ષિકસભાનું આયોજન

રાજકોટ,તા.૧૮: ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તા.૨૨ને શનીવારે સામાન્ય સભા સાંજના ૩:૩૦ વાગ્યે રાખવામાં આવેલ છે. જેમાં આપણા વિસ્તારના વેપાર ઉદ્યોગના એવોર્ડ વિનર સન્માનીત વ્યકિતઓનું સમારંભના મહાનુભવો હસ્તે ગૌરવ સન્માનપત્ર તથા આપણા દેશની વર્તમાન આર્થીક પરિસ્થિતિ વિશે 'કલ- આજ ઓર કલ' વિષયે 'ભારત સોને કી ચિડીયા' અંગે માસ્ટરમાઈન્ડ સુરતના સી.ઈ.ઓ.શ્રી અસ્લમ ચારણીયા દ્વારા વાર્તાલાપ રજુ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં  શ્રી રાહુલ ગુપ્તા (જિલ્લા કલેકટર- રાજકોટ), શ્રી બંછાનીધી પાની (કમીશ્નર રાજકોટ મ્યુનીસીપાલ કોર્પોરેશન), શ્રી મનોજ અગ્રવાલ (રાજકોટ શહેર પોલીસ કમીશ્નર), મોહનભાઈ કુંડારીયા- સાંસદ, મેયર બીનાબેન આચાર્ય, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ કાઠીયાવાડ જીમખાના- રાજકોટ અને એમ.ડી.જીવન કોમ.કો.ઓ.બેન્ક લી.), ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, અરવિંદભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, મૌલેશભાઈ ઉકાણી, નિતેશભાઈ વઘાસીયા, જીતુભાઈ અદાણી, રમેશભાઈ ટીલાળા, ઘનશ્યામભાઈ ઢોલરીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, મનુસુખભાઈ સુવાગીયા, ભાયાભાઈ સાહોલીયા, રમણીકભાઈ જસાણી, પરસોતમભાઈ કામાણી, મનસુખભાઈ અકબરી ગૌરવ એવોર્ડ અર્પણ કરી સન્માન કરશે.

સંસ્થાના સર્વે લાઈફ મેમ્બરના મેમ્બરશીપ સર્ટીફીકેટ તૈયાર હોય, સર્વે સભ્યોએ કાંતીભાઈ જાવીયા (મો.૯૪૨૬૨ ૦૧૬૩૩) એડીકો સ્પેર્સ, ભકિતનગર સ્ટેશન રોડ, ગોદરેજ શોરૂમ સામે, રાજકોટ ખાતેથી એકમના લેટરપેડ પર લખી રૂબરૂ મેળવી લેવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરા, મંત્રી ઈશ્વરભાઈ બાંભોલીયા, સહમંત્રી સંજયભાઈ મહેતા, ખજાનચી વસંતભાઈ લિંબાસીયા અને  ડાયરેકટર રમેશભાઈ ઝાલાવડીઆ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૯)

(3:28 pm IST)