Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જીવનનગરમાં બાળાઓના હસ્તે મહાઆરતી

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, રામેશ્વર મહાદેવ સમિતિ અને મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે રૈયા રોડ ઉપર જીવનનગર કા વિઘ્નહર્તા ગણપતિ મહોત્સવમાં બાળાઓએ સામૂહિક મહાઆરતીમાં ભાગ લીધો હતો. મહોત્સવ સમિતિમાં સંચાલકો શોભનાબેન ભાણવડીયા, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડ્યા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, જયોતિબેન પૂજારા અને હર્ષાબેન પંડ્યા વકીલની દેખરેખ નીચે સવાર - સાંજ દીપમાલા - મહાઆરતી યોજાય છે.

મહાઆરતીમાં ભાગ લીધેલ બાળાઓમાં પાયલ રાઠોડ, દેવાંગી રેણુકા, મહેન્દ્ર સાગર, હેત્વી પરમાર, મીસર કેસરીયા, રીની રૂપારેલ, સ્નેહા દેવાયતકા, નમ્રતા ખાંડેખા, ગ્રીસા જાની, ધ્રુવી કાટડોડીયા, રીયા ઉપાધ્યાય, મીરા હેરભા, દીયા ટારીયા, મોક્ષા મકવાણા, જાનવી ડાંગર, શિલ્પા પરમાર, આયુષી કક્કડ, રીયા રાવલ, ધ્રુવી રાઠોડ, સાધના સહાની, માનસી સોનખર, પ્રાંજલ રાઠોડ, મીતલ જાદવ, સાક્ષી જોબનપુત્રા, મીસ્વા શાપરીયા, હીનાબા પરમાર, ઈશા રાઠોડ, દિયા ભગદેવ, ક્રિષ્ના ઝાપડા, જેન્સી લુક્કા, મીરલ ઝાપડા, જીનલ દોશી, દયાના ચુડાસમા, કિંજલ પરમાર, રીયા વાઘેલા, વિદ્યા પરમાર, રીદ્ધિ દવે, મીરા રાઠોડ, વિશ્વા સુરાણી, આશાબા ચુડાસમા, રૂદ્રા ચૌહાણ, દર્શિતાબા ચુડાસમા, ગતી ચંદે, માનસી માંડલીયા છે તેમ જયંત પંડ્યાની યાદી જણાવે છે.(૩૭.૬)

(3:24 pm IST)