Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

૭૬ વર્ષના દાઉદભાઈએ મેડલોની સદી ફટકારી

એ.જી. ઓફીસના આ નિવૃત કર્મચારી અત્યાર સુધીમાં ૪૯ ગોલ્ડ, ૨૯ સિલ્વર અને ૨૭ બ્રોન્ઝ જીતી ચૂકયા છે : આંધ્રપ્રદેશમાં તરણ સ્પર્ધામાં ભાગ લેવા જશે

રાજકોટ, તા. ૧૮ : અમદાવાદ મુકામે ૯મી ગુજરાત રાજય માસ્તર્સ તરણ સ્પર્ધા ૨૦૧૮માં ૭૫-૭૯ વય જૂથમાં ૫૦મી બેસ્ટ, ૧૦૦મી બેસ્ટ તથા ૪*૫૦ની મીડલે રીલેમાં પ્રથમ આવીને ૩ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા તે ઉપરાંત ૧૦૦મી ફ્રી રીલે, ૧૦૦મી બેક તથા ૪*૫૦ ફ્રી સ્ટાઈલ રીલે, દ્વિતીય આવીને ૩ સિલ્વર મેડલ જીત્યા. આથી ગયા વર્ષના ૯૯ મેડલમાં ૬ મેડલ ઉમેરતા તેઓ ૧૦૫ મેડલ જીત્યા છે. જેમાં ૪૯ ગોલ્ડ, ૨૯ સિલ્વર તથા ૨૭ કાંસાના મેડલનો સરવાળો ૧૦૫ થાય છે.

હવે તેઓ ગુજરાત રાજયની માસ્તર્સ સ્વીમીંગ ટીમમાંથી તા.૧૨થી ૧૪મી ઓકટોબર વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)માં શરૂ થનારી ઓલ ઈન્ડિયા માસ્ટર્સ સ્વીમીંગ હરીફાઈમાં ભાગ લેવા જશે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી ઓલ ઈન્ડિયા માસ્ટર્સ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. તેઓ જુદી - જુદી ઓલ ઈન્ડિયાની હોડી, ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનીસ, વોલીબોલ વગેરે રમતોમાં ભાગ લઈ ચૂકયા છે. આ રીતે તેઓ રાજકોટનું તથા સંઘી મુસ્લિમ સંસ્થાનું નામ વધારે છે. (મો.૯૬૮૭૯ ૨૮૩૩૩)

(2:30 pm IST)