Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મંછાનગરનો મુકેશ કોળી દારૂ પી ડમ્પર હંકારી નીકળતાં પકડાયો

ખાટડી અને હડમતીયાના કિશન તથા ભૂપત એકટીવામાં ૮૦ લિટર દેશી દારૂ સાથે પકડાયા

રાજકોટ તા. ૧૮: માર્કેટ યાર્ડ પાછળ મંછાનગર ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતો મુકેશ નાથાભાઇ સુરેલા (કોળી) (ઉ.૩૩) દારૂ પીધેલી હાલતમાં ડમ્પર નં.  જીજે૩બીટી-૯૬૭૧ હંકારીને કુવાડવા રોડ પોલીસ મથકથી બેડી ચોકડી તરફના રોડ પર હંકારીને નીકળતાં કુવાડવાના એએસઆઇ આર. કે. ડાંગર, દિલીપભાઇ બોરીચા સહિતે પકડી લઇ કાર્યવાહી કરી હતી. ૮ લાખનું ડમ્પર પણ કબ્જે લેવાયું છે.

આ ઉપરાંત કુવાડવાના પીએસઆઇ ઝાલા, મનિષભાઇ ચાવડા સહિતે ફાળદંગ જવાના રસ્તેથી ખાટડીના કિશન કાળુભાઇ સાગઠીયા તથા હડમતીયા ગોલીડાના ભુપત છગનભાઇ વાઘેલાને એકટીવા જીજે૩ડીસી-૯૦૧૭માં રૂ. ૧૦૦૦નો ૫૦ લિટર દારૂ રાખીને નીકળતાં પકડી લીધા હતાં.

(2:30 pm IST)