Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઇન્કમટેક્ષ પત્રકો તથા વ્યવસાયવેરો ૩૦ મી પહેલા ભરી દેજોઃ ધવલ ખખ્ખર

રાજકોટ તા ૧૮ : તા.૩૦ સપ્ટેમ્બર પહેલા ઇન્કમટેક્ષ પત્રકો તથા વ્યવસાય વેરો ભરવા અંગે જાણીતા કરવેરા સલાહકાર ધવલભાઇ ખખ્ખર દ્વારા માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે આકારણી વર્ષ ૧૮-૧૯ ના જે કરદાતા એકાઉન્ટ ઓડીટેબલ કરવા ફરજીયાત છે, તેના આવકવેરા પત્રકો રજુ કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે. ત્યારબાદ રજુ થાય તો આવક વેરા પત્રક મોડુ ભરવા બદલ ૩૧ ડીસેમ્બર સુધીમાં રજુ થાય તો રૂા પાંચ હજાર ડીસેમ્બર પછી ચાલુ વર્ષના માર્ચ એન્ડ પહેલા રજુકરીએ તો દસ હજારની લેઇટ ફી પત્રક સાથે ભરવાની રહેશે.

જેમની આવક રૂ. પાંચ લાખથી વધુ હોઇ કે એકાઉન્ટ ઓડીટ કરવાની જવાબદારી છે તેને આ  લેઇટ ફી ભરવાની જવાબદારી રહેશે  જેની નોંધ લઇ ત્રીસ સપ્ટેમ્બર પહેલા પત્રકો રજુકરી રૂ. પાંચ હજાર પછી દસ હજાર ની લેઇટ ફી થી બચવું જોઇએ, ભરવાપાત્ર આવકવેરા સામે કોઇ મર્યાદા નથી તેમાં લેઇટ ફી વેવર અંગે કોઇ પ્રોવીજન  નથી સર્વે આવક વેરા કરદાતાએ ત્વરિતે એકાઉન્ટ ઓડીટ કરી પત્રકો રજુ કરવા ના રહેશે. જેમની આવક શરૂ. પાંચ લાખથી ઓછી છે, ઓડીટ ને પાત્ર નથી તેવા કરદાતાન. લેઇટ ફી રૂ. એક હજાર ભરવાની રહેશે તેમ ધવલભાઇ ઇશ્વરભાઇ ખખ્ખર (મો. ૯૮૭૯૩ ૩૨૦૯૪) ની યાદીમાં જણાવાયુ છે

(2:27 pm IST)