Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અભિષેક કક્કડઃ એક પ્રેરણાદાયી યુવા વ્‍યકિતત્‍વ

કોણે કહ્યું નસીબ વિના કામ બધા આડા પડે...

રાજકોટ : તાજેતરમાં જાહેર થયેલ ઓલ ઇન્‍ડિયા બાર કાઉન્‍સિલના પરિણામમાં રાજકોટમાંથી શ્રી અભિષેક પંકજભાઇ કક્કડ પાસ થઇ એડવોકેટ બનેલ.૧૯ વર્ષની ઉમરથી જ એટલે કે ધોરણ ૧રમાંના વેકેશનમાંજ તેઓએ ઇન્‍કમટેક્ષ કન્‍સલ્‍ટન્‍ટને ત્‍યાં નોકરી કરેલ. છેલ્લા ર વર્ષથી રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં લીગલ વોલેન્‍ટર તરીકે કામ કરેલ. હાલ અભિષેક કક્કડની ઉંમર ર૪ વર્ષ છે. તેઓ પાસેથી હાલના યુવાનોએ શીખ મેળવવા જેવી કે તેઓ ર૧ વર્ષની ઉંમરથી જાહેર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે ફરજ બજાવે છે (માતુશ્રી ભગવતીબેન પ્રાણલાલ ક્કકડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રજી નં. ઇ-૧૦૧ર૬). તેઓના પિતા શ્રી પંકજભાઇ પ્રાણલાલ ક્કકડનુ અવસાન થયુ ત્‍યારે તેઓ રર વર્ષના હતા અને ત્‍યારે પોતાનો અભ્‍યાસ અને ઘર સંભાળવાની જવાબદારી પોતાના પર અને તેમના મોટા ભાઇ પર આવેલ જે તેઓએ નિભાવેલ. આજના સમયમાં પિતાનું અવસાન અને તેના બાદ ઘરની જવાબદારી અને સાથે એજ્‍યુકેશન લેવું, એ પણ થઇ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. અભિષેક કક્કડે રર વર્ષની ઉમરે ‘‘અભિષેક પી.કક્કડ એન્‍ડ એસોસીયએટ'' નામની પ્રોપરાઇટરશીપ ફર્મ બનાવેલ અને વ્‍યવસાય શરૂ કરેલ. ત્‍યારબાદ લીમીટેડ કંપનીમાં ડિરેકટરપદ પણ સંભાળે છે. (કક્કડ એન્‍ડ કક્કડ એસોસીએટ પ્રા.લી.અને તેનો ઇન્‍કમટેક્ષ જીએસટી લીગલ અને કોર્પોરેટર મેટરોને હેન્‍ડલ કરે છે.  (‘‘કક્કડ હાઉસ'' મારૂતિ પરફેકટ શો-રૂમ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ-૩૬૦૦૦૭-મો.૯૭ર૪૮ ૭૯પપપ)

 ર૪ વર્ષના અભિષેક પંકજભાઇ કક્કડ એડવોકેટ, પ્રોટરાઇટર, ટ્રસ્‍ટી અને ડિરેકટર છે. જે ઝવેરચંદ મેઘાણીએ લખેલ પંકિતને સાર્થક કરે છે. ‘‘કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્‍નના અંતે તો ધોધ નીચેના પત્‍થરમાં પણ ખાડા પડે, બસ નક્કી કર કે તું કોઇના સહારે ના રહે પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછા પડે....''

(12:26 pm IST)