Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજકોટમાં ૭ સ્‍થળોએ આશુરાની વાઅઝ

અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી વાઅઝનો લાભ લેતો વ્‍હોરા સમાજ : ગુરૂવારે આશુરા

રાજકોટ : સમગ્ર દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ ત્રેપનમાં દાઈ હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) અશરા મુબારકાના વાઅઝ (કથા) કરવા માટે હાલ ઈન્‍દોર (મધ્‍યપ્રદેશ)માં બિરાજમાન છે. કરબલા શહેરના ઈમામ હુસેન (અ.સ.) પર વિતેલી ઘટનાની ગમ અને બુકાનું માતમ કરાવી રહ્યા છે. ડો.સૈયદના સાહેબનું ઈન્‍દોરથી જીવંત પ્રસારણ સમગ્ર વિશ્વમાં થયેલુ હતું. હાલ ઈન્‍દોરમાં ભારત, અમેરીકા, ઈંગ્‍લેન્‍ડ, ફ્રાન્‍સ, ઓમાન, બાંગ્‍લાદેશ, ઈજીપ્‍ત, શ્રીલંકા, ઈરાક, યુએઈ, આફ્રિકા, મલેશીયા સહિત દુનિયાભરમાંથી બે લાખથી વધારેની સંખ્‍યામાં સૈયદના સાહેબના અનુયાયીઓ ઈન્‍દોર ખાતે આવેલ છે. સૈયદના સાહેબના ફરમાનથી રાજકોટમાં આ વર્ષે અશરાની વાઅઝ માટે હાલ રાજકોટમાં પણ સાત જગ્‍યાઓ પર વાઅઝ થઈ રહી છે. (૧) નૂર મસ્‍જીદ (જનાબ શેખ અલી જારમા),  (૨) બુરહાની મસ્‍જીદ (જનાબ શેખ મોહમ્‍મદભાઈ શામી), (૩) એકજાન સોસાયટી - બદરી હોલ (જનાબ શેખ શબ્‍બીરભાઈ મુ. યુસુફઅલી પાટણવાલા - મોરબી મઝાર), (૪) હાતીમી હોલ (ભગવતી પરા - જનાબ કુશેયભાઈ વઝીરી, (૫) ઝકવી હોલ (જનાબ મુ. અબ્‍દુલ કાદીરભાઈ), (૬) બદરી મસ્‍જીદ (જનાબ શેખ ઝોહેરભાઈ રામપુરાવાલા), (૭) કુતુબી મસ્‍જીદ (જનાબ શેખ અબ્‍દુલ કાદીરભાઈ) આ તમામ જગ્‍યાઓ ઉપર મુમીનીનને ઈમામ હુસેન (અ.સ.)નું ગમ અને માતમ કરાવી રહ્યા છે. વાઅઝનો સમય સવારે ૧૦:૩૦ થી ૧ સુધીનો છે, તા.૧૨ થી ૧૯ સુધી અડધો દિવસ તમામ વ્‍હોરા સમાજ પોતાનો વેપાર રોઝગાર બંધ રાખીને વાઅઝમાં આવી રહ્યા છે અને તા.૨૦ને ગુરૂવારે આશુરાનો આખો દિવસ દુકાનો બંધ રાખશે. તેમ શેખ યુસુફઅલી અને હસનૈનભાઈ જોહર કાર્ડ્‍સવાળાએ જણાવેલ હતું.

 

(10:37 am IST)