Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

બાબરીયામાં રપ વારીયા કવાર્ટરમાં થયેલી ૯૦ હજારની ચોરી કરનાર કરણ ઉર્ફેનાનો પકડાયો

ભકિતનગર પોલીસે લોહાનગરના શખ્સને ઢેબર રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૧૮ : બાબરીયા ત્રણ માળીયા કવાર્ટર સામે રપ વારીયા કવાર્ટરમાં થયેલી ૯૦ હજારની ચોરી કરનાર શખ્સને ભકિતનગર પોલીસે બાતમીના આધારે ઢેબર રોડ પરથી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ બાબરીયા કોલોની પાસે ત્રણ માળીયા કવાર્ટરની સામે રપ વારીયા કવાર્ટરમાં થોડા દિવસ પહેલા રૂા.૯૦ હજારની મત્તાની ચોરી થઇ હતી આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. આ બનાવમાં પોલીસે સ્થળપર પહોંચી સીસીટીવી કુટેજ જોતા તેમાં એક શખ્સ જોવા મળ્યો હતો. દરમ્યાન સીસીટીવી કુટેજમાં દેખાતો શખ્સ ઢેબર રોડપર ઉભો હોવાની હેડ કોન્સ દીલીપભાઇ બોરીચા, કોન્સ વિશાલભાઇ દવે તથા પુષ્પરાજસિંહ ગોહિલને બાતમી મળતા ઢેબર રોડ સ્વામીનારાયણ ગુરૂકુળ સામેથી કરણ ઉર્ફે નાનો અરજણભાઇ ડાભી ઉ.ર૦(રહે લોહાનગર મફતીયાપરા ગોંડલ રોડ)ને પકડી લઇ તેની પાસેથી રૂા.રપ૦૦૦ રોકડા (કબ્જે કર્યા હતા આ કામગીરી પી.આઇ.એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એચ.એન.રાયજાદા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(3:50 pm IST)