Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

શિલ્પન નોવામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

આઝાદીના અમૃત મહોત્સવ અને ૭૫ માં સ્વાતંત્રય દિવસ નિમિતે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ શિલ્પન નોવા સોસાયટી ખાતે અનોખી રીતે દેશભકિત વ્યકત કરાઇ હતી. ૧૪૦*૬ ફુટના બે તિરંગા બિલ્ડીંગ પર લહેરાવવામાં આવ્યા હતા. રાત્રી પ્રકાશ દ્વારા રાષ્ટ્રધ્વજને અલગ અલગ રંગ અપાયો હતો. ૧૫ મી ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા સોસાયટીના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. આખો કાર્યક્રમ ફેસબુક પર લાઇવ કરવામાં આવેલ.

(3:49 pm IST)