Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ભવાની નગરમાં પેવિંગ બ્‍લોક

વોર્ડ નં. ૧૦ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. તેના ભાગરૂપે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ભવાનીનગરમો પેવિંગ બ્‍લોકનું કામનું ખાતમુર્હૂત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના હસ્‍તે કરાયું હતું. પ્રસંગે ભાજપ નીતીનભાઇ ભારદ્વાજ, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, જયોત્‍સનાબેન ટીલાળા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, પ્રભારી પ્રવિણભાઇ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્‍ના, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હેમંતસિંહ ડોડીયા, મહેન્‍દ્રસિંહ ચુડાસમા, બલરાજભાઇ રાણા, મેઘાબેન વૈષ્‍ણવ, ભાવનાબેન મહેતા, ચૈતન્‍યભાઇ પંડયા તથા સ્‍થાનીક લતાવાસીઓ અજય ચૌહાણ, અંકીત વોરા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:39 pm IST)