Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

શ્રીકૃષ્ણ–જન્માષ્ટમીનું શાસ્ત્રોકત મહાત્મય

શ્રી ભગવાને ગીતા અધ્યાય–શ્લોક ૧૬–૨૩–૨૪માં શાસ્ત્રાજ્ઞા મુજબ ધર્મકાર્ય કરવાની આજ્ઞા કહી છે. તેથી કૃષ્ણ–જન્માષ્ટમીના વ્રત અને તેના ફળની વાત પણ શાસ્ત્રોમાંથી જણાવી જોઇએ. શ્રી નારદ મહાપુરાણ તથા અન્ય ધર્મગ્રંથોમાં જન્માષ્ટમી વિશે માહિતી આપવામાં આવી છે તેમાંથી થોડી માહિતી આ લેખમાં આપી છે.
શાસ્ત્રનો સંદર્ભઃ શ્રીનારણ મહાપુરાણ–પૂર્વ ભાગ અધ્યાય–૧૧૭માં શ્રી સનાતનજી શ્રીનારદને કહે છે.
કૃષ્ણ જન્માષ્ટમી વ્રતઃ વ્રત કરનારે તીર્થજળ કે નદીના જળથી તળ–મિશ્રીત જળથી સ્નાન કરીને વ્રતના દિવસે ઉપવાસ કરવો.
પવિત્ર સ્થાનમાં તાંબાનો કે માટીનો કળશ સ્થાપવો. કળશ ઉપર તાંબાનું પાત્ર મુકવું તેમાં શ્રીકૃષ્ણની મૂર્ર્તિ સ્થાપવી. તેના પર સુંદર વસ્ત્રો રાખવા પછીશ્રી ભગવાનના પદ્ય વગેેેરે ઉપચારો દ્વારા ખૂબ ભકિતભાવથી પૂજન કરવું
ત્યારપછી કળશની પૂર્વ બાજુએથી ક્રમશઃ દેવકી, વાસુદેવ, યશોદા, નંદ, વ્રજ, ગોપગણ તથા ગોપીગણ તથા ગાયોના સમુદાયથી પૂજા કરવી, આરતી ઉતારવી તથા ક્ષમા–યાચના કરવી અને અડધી રાત સુધી ત્યાં જ રહીને ખૂબ ભકિતભાવથી ભજન–કિર્તન, પાઠ વિગેરે કરવું.
અડધી રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનને ફરીથી પંચામૃતથી સ્નાન કરાવવું તથા શુધ્ધ જળ અને સુગંધીત પુષ્પો વિગેરેથી શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું ચાંદીના પાત્રમાં ધાણા, અજમો, સૂંઠ, ખાંડ અને શુધ્ધ ગાયનું ઘી મિશ્ર કરીને શ્રી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું શ્રીભગવાનની આરતી ઉતારવી અને ચંદ્રમાને અર્ધ્ય અર્પણ કરવો.
વ્રત કરનારે પુરાણોના પાઠ, સ્ત્રોતો, ગીત, વાદ્યો સાથે સંકિર્તન કરી ખૂબ ભકિતભાવથી રાત્રીનો શેષભાગ વ્યતિત કરવો.
બીજે દિવસે પ્રાતઃકાળ બ્રાહ્મણોને મિષ્ટાન સહિતનું ભોજન કરાવવું અને તેમને અન્નદાન ઉપરાંત જળદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ભૂમિદાન, ગૌદાન વિગેરે દાન પણ પોતાની શકિત તથા શ્રધ્ધા મુજબ કરવાં તથા બ્રાહ્મણોને દક્ષિણા પણ આપવી તથા જરૃરીયાતવાળા મનુષ્યોને પણ પોતાની શ્રધ્ધા/ શકિત મુજબ દાન અને દક્ષિણા આપવી.
શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાના મંત્રો ઁ કૃષ્ણાય નમઃ, ઁ દેવકયે નમઃ, ઁ વાસુદેવાય નમઃ, ઁ યશોદાય નમઃ, ઁ બલદેવાય નમઃ, ઁ સપરિવારાય નમઃ
શ્રીકૃષ્ણ ભગવાનની અંગ પૂજાઃ ગોવિંદાય નમઃ(એમ કહી)ચરણની, માધવાય નમઃ(એમ કહી) પીંડીની, મધુસુદનાય નમઃ(એમ બોલી) નાભીની, ઋષિકેશાય નમઃ(એમ બોલી) હૃદયની, સંકર્ષણાય નમઃ(એમ બોલી) સ્તનની, વામનાય નમઃ (એમ બોલી) ભુજાની.
શ્રીકૃષ્ણ નમઃ બોલી સાથે એમની પૂજા કરવી તથા ગરૃડ પુરાણમાં કહેલ મંત્રો સહિત ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી. રાત્રીમાં જાગરણ કરવું અને ભગવાન શ્રીકૃષ્ણ સ્ત્રોતોનો પાઠ કરી પુરાણોની કથા સાંભળવી.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત તથા તેનું ફળઃ શ્રાવણ વદ–આઠમ તા.૧૯ ઓગષ્ટને શુક્રવારના રોજ જન્માષ્ટમીનું વ્રત છે. આ દિવસે ઉપવાસ કરવાથી સાત જન્મોના પાપથી મુકત થવાય છે. શાસ્ત્રાજ્ઞા મુજબ વ્રત કરનાર શ્રીકૃષ્ણ ભગવાનનાં ધામમાં જાય છે.
આ જન્માષ્ટમીના વ્રત જેવું અન્ય કોઇ વ્રત ત્રણેય લોકમાં નથી અને આ વ્રત કરનાર મનુષ્યને કરોડો એકાદશી કરવાથી મળતું ફળ પ્રાપ્ત થાય છે તેમ શ્રીનારદ પુરાણમાં કહેવામાં આવ્યુ છે.
સંકલનઃશ્રીનિશીથભાઇ ઉપાધ્યાય
સ્પીરીચ્યુુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર
મો. ૭૮૭૪૨ ૯૫૦૭૪

 

(3:38 pm IST)