Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રામવનમાં પ્રવેશ માટે ટિકિટના રૃા. ૧૦ અને ૨૦ રાખવા વિચારણા

જન્માષ્ટમી પર્વ અને શ્રાવણ માસ નિમિતે તા.૨૮ ઓગષ્ટ સુધી વિના મૂલ્યે એન્ટ્રી

રાજકોટઃ મનપા દ્વારા આજી ડેમની બાજુમાં ૪૭ એકરમાં કરોડોનાં ખર્ચે તૈયાર કરેલા ભવ્ય અને દિવ્ય રામવન અર્બન ફોરેસ્ટનું ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખુલ્લુ મુકી જન્માષ્ટમી પર્વે શહેરીજનોને અણમોલ ભેટ આપી છે. હાલ પવિત્ર શ્રાવણ માસ અને સાતમ-આઠમના તહેવાર ચાલી રહ્યા છે જેથી તા. ૨૮ ઓગષ્ટ સુધી એટલે કે પુરો શ્રાવણ માસ રામવનમાં શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત પદાધીકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ રામવનમાં પ્રવેશ માટે બાળકોનાં રૃા.૧૦ અને મોટાના રૃા.૨૦ રાખવા મ.ન.પા. તંત્ર વાહકો દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. આ માટે આગામી સમયમાં  મનપા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે.

 

(3:36 pm IST)