Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સોમનાથ ઇન્‍ડ. એરીયામાં નકલી ઘીનું કારખાનુ ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્‍ચ : મનપાએ નમૂના લીધા

મનપાની ફુડ શાખાના દરોડા યથાવત : જય અંબે એન્‍ટરપ્રાઇઝમાંથી દિવાબતીમાં વપરાશનું ઘી વેંચાણની ફરિયાદના આધારે તપાસઃ તીખા ગાંઠીયા, ભાખરવડીના નમૂના લેવાયાઃ કાલાવડ રોડ પર હોકર્સ ઝોનમાં ર૬ ખાણીપીણીના વેપારીને ત્‍યાં ચેકીંગ

રાજકોટ તા. ૧૮ :.. તહેવારોની સીઝન ચાલી રહી છે અને લોકો બજારમાં ખાણી -પીણીની મોજ માણતા હોય છે ત્‍યારે મનપા દ્વારા ભેળસેળ કરનાર વેપારીઓ ઉપર કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્‍વયે શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી ઘી, તીખા ગાંઠીયા, અને ભારખવડીના નમૂના લેવામાં આવ્‍યા હતાં.

મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળેલ માહિતી અન્‍વયે રાજકોટ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ રાજકોટ સિટીના પોલિસ સ્‍ટાફ સાથે ન્‍યુ સોમનાથ ઇન્‍ડ. એરીયા, શેરી નં.-૨, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ શ્રી જય અંબે એન્‍ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરતાં ઘી ફલેવર ઉમેરીને ઘી જેવો દેખાવ તથા બંધારણ ધરાવતા શ્રી પારસ દીવાબતી (૧પ કિલો પેકટ ટીન) ને દીવાબતીમાં વપરાશ કરવાના ઓઠા હેઠળ ભેળસેળ યુક્‍ત ઘી તરીકે વેચાણ કરતાં હોવાની શંકાના આધારે ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નમૂનો લેવામાં આવેલ.

નમુના લેવાયા

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ શ્રી પારસ દીવાબતી (ફ્રોમ ૧પ કિલો પેકટ ટીન) શ્રી જય અંબે એન્‍ટરપ્રાઇઝ - ન્‍યુ સોમનાથ ઇન્‍ડ. એરીયા, શેરી નં.-૨, કોઠારીયા તથા  તીખા ગાંઠિયા (લુઝ) સંતોષ સ્‍વીટ માર્ટ -કોઠારીયા રોડ, મહાકાળી મંદિર  પાછળ, માનવ ધર્મ આશ્રમ પાસે, તથા ભાખરવડી (લુઝ): જય બાલાજી નમકીન -બાપુનગર-૬, જિલ્લા ગાર્ડન  રોડ ખાતેથી લેવામાં આવેલ હતા.

ઉપરાંત મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે કાલાવડ રોડ પ્રેમ મંદિર સામે, હોકર્સ ઝોનમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ 

(3:36 pm IST)