Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

તહેવારની મજા મોજથી માણજો : ભારે વરસાદ પડવાનો નથી

વેધરએનાલિસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૧૮ થી ૨૫ ઓગસ્‍ટ સુધીની આગાહી : છુટાછવાયા ઝાપટા કે હળવો વરસી જાયઃ તા. ૨૧ થી ૨૩ દરમ્‍યાન ગુજરાત રીજનમાં હળવો, મધ્‍યમ તો છુટાછવાયા સ્‍થળોએ ભારે વરસાદ પડી શકે

રાજકોટઃ સાતમ આઠમની રજાઓ લોકો મોજથી માણજો. ભારે વરસાદની કોઈજ સંભાવના ન હોવાનું વેધરએનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે બંગાળની ખાડીની એક સિસ્‍ટમ્‍સ ડિપ્રેશનની માત્રાએ પહોંચેલી જે એમ.પી. રાજસ્‍થાન થઈ હાલમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે દક્ષિણ પમિ રાજસ્‍થાન અને લાગુ દક્ષિણ પૂર્વ પાકિસ્‍તાન ઉપર પહોંચી છે. આ સિસ્‍ટમ્‍સના લીધે સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં ગત ૧૫મીથી ૧૭મી ઓગસ્‍ટ સુધી વરસાદનો સારો રાઉન્‍ડ આવી ગયો. આ સિસ્‍ટમ્‍સ પાકિસ્‍તાન બાજુ હોય લાગુ કચ્‍છને આજે અસર કરી શકે  છે.

 દક્ષિણ મ્‍યાનમાર્ગમાં એક અપરએર સાયકલોનીક સકર્યુલેશન હતું જે આજે લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે જે બાંગ્‍લાદેશ અને મ્‍યાનમાર્ગના કિનારા નજીક આ લો પ્રેશરના અનુસંગિક અપરએર સાયકલોનીક સકર્યુલેશન ૭.૬ કિલિમિટરના લેવલ સુધી ફેલાયેલ છે.

   આ લોપ્રેશર ઉતરોઉતર મજબૂત બની પહેલા વેલમાર્ક  લોપ્રેશર બનશે ત્‍યારબાદ તા. ૧૯, ૨૦ ઓગસ્‍ટ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ચોમાસુધરી હાલ દક્ષિણ પૂર્વ પાકિસ્‍તાન ત્‍યાંથી અજમેર, ગ્‍વાલિયર, વારાણસી અને દિઘા ત્‍યાંથી લોપ્રેશર સિસ્‍ટમ્‍સ સુધી જાય છે. મોન્‍સૂન્‍ટરફ દક્ષિણ ગુજરાતથી મહારાષ્‍ટ્રના કિનારા સુધી છે.

વેધરએનાલિસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૮ થી૨૫ ઓગસ્‍ટ સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહીના સમયમાં વરસાદનો મુખ્‍ય રાઉન્‍ડ ૨૧ થી૨૩ ઓગસ્‍ટ દરમિયાન ગુજરાતમાં જોવા મળશે. જેની મુખ્‍ય અસર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને થશે.

તા.૧૮,૧૯, ૨૦ દરમિયાન વરસાદના વિસ્‍તાર અને માત્રામાં ઘટાડો જોવા મળશે. અરબીબસમુદ્રના ભરજયુક્‍ત ૧.૫ કઈ.મી.ના પવન ગુજરાતમાંથી પસાર થશે એટલે છુટાછવાયા ઝાપટા, હળવો વરસાદ પડશે. ભારે વરસાદ નથી.

૨૧ ઓગસ્‍ટથી ૨૩ ઓગસ્‍ટ દરમિયાન ગુજરાત રિજનમાં હળવો, મદયમ તેમજ છુટાછવાયા સ્‍થળોએ ભારે વરસાદની શકયતા છે.

  સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં છુટાછવાયા ઝાપટા હળવો વરસાદ પડશે. તા.૨૪, ૨૫ ઓગસ્‍ટના વરસાદના વિસ્‍તારો અને માત્રા ઘટી જશે.

(3:35 pm IST)