Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...

અકિલા ચોક- એસ્ટ્રોન ચોકમાં રોશનીનો ઝગમગાટ

રાજકોટઃ નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી... જન્માષ્ટમી પર્વનો ખુમાર છવાયો છે. રંગીલું રાજકોટ ક્રિષ્નમય બન્યું છે. 'અકિલા'એ રાજકોટમાં બે સ્થાનો પર પરમતત્વને વધાવવા રોશનીનો ઝગમગાટ કર્યો છે. એસ્ટ્રોન ચોકમાં ક્રિષ્ન ગોવાળિયા યુવક મંડળના સભ્યો દ્વારા અભુતપૂર્વ રોશની ઝગમગાવાઈ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પાસે 'અકિલા' ચોકમાં 'અકિલા'એ રોશનીનો શણગાર કરીને આકર્ષણ જમાવ્યું છે. રોશની ઉત્સવના પ્રારંભે રાજયના પ્રધાનો જીતુભાઈ વાઘાણી, અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ, મેયર પ્રદીપ ડવ, સ્ટે.ચેરેમન પુષ્કર પટેલ, ઉમિયા મોબાઈલવાળા હીરેનભાઈ પટેલ, 'અકિલા' પરિવારના વિજયભાઈ કામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રોશનીનો ઝગમગાટ  સર્જવા ક્રિષ્ન ગોવાળિયા મંડળના કાનાભાઈ ભુપતભાઈ બોળીયા, રણછોડભાઈ ચાવડા, બાલાભાઈ સભાડ, ગગજીભાઈ બોળીયા, ધવલ સભાડ, દેવકરણ સોહલા, મેહુલ સાંગડીયા, લઘરાભાઈ ધોળકીયા, લાલાભાઈ જોગરાણા, ધર્મેશભાઈ સભાડ, મુન્નાભાઈ ચાવાળા, કાનાભાઈ ચાવાળા, જીણાભાઈ સાંગળીયા, શૈલેશભાઈ, યોગેશભાઈ, લાલા ધોળકીયાએ જહેમત ઉઠાવી હતી.

 

(3:34 pm IST)