Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

નહેરૃનગર ગાર્ડન ખોત સ્વાતંત્રપર્વની ઉજવણી

રાજકોટઃ શહેરના રૈયા રોડ પાસે નહેરૃનગર ગાર્ડન ખાતે દરવર્ષની જેમ આ વખતે પણ અમીનુર ફાઉન્ડેશન તથા સેન્ટગાર્ગી સ્કુલના ઉપક્રમે ૭૬માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં રાજકોટના જાંબાજ પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સેન્ટ ગાર્ગી સ્કુલના પ્રીન્સીપાલ રમાબેન હેરભા, મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ હેરભા તેમજ રાજેન્દ્રસિંહ ગોહેલ, ભાવેશભાઈ ટોયેટો, કાળુમામા, સુરેશભાઈ પરમાર, ભટ્ટ સાહેબ, રમજુકાકા, ફારૃક બાવાણી, રાજુભાઈ દલવાની, મુસ્તફાભાઈ કચરા,  આરિફભાઈ મામટી રફિકભાઈ કચરા, રાહીલભાઈ ઘાંચી, ઈમરાનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સૈયદ એજાઝબાપુ બુખારી, ઉપપ્રમુખ રજાકભાઈ કારિયાણીયા, વકાર બ્લોચ સંકલેની, સલીમભાઈ મામટી, મુસ્તફાભાઈ મામટી, સૈયદ તોફિકબાપુ કાદરી, સૈયદ અર્શબાપુ કાદરી, રફીકભાઈ કારિયાણીયા, સમીમબેન મામટી, રસીદાબેન ખીરાનીએ જહેમત ઉઠાવી હતી.(

(3:32 pm IST)