Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજકોટના જલારામ પ્લોટ ખાતે 'દેશી ફિરંગી રેસ્ટ્રો એન્ડ કાફે'નો શભારંભ

સ્વાદ પ્રિય જનતા માટે નવું નજરાણું

રાજકોટઃ શહેરની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક નવું નજરાણું શરૃ થઇ રહ્યંુ છે. 'દેશી ફિરંગી રેસ્ટ્રો એન્ડ કાફે'નો શુભારંભ થતા જ પ્રિય લોકોને એક જ જગ્યાએ નોર્થ ઇન્ડિયન ચાઇનીઝ મેકિસકન થાય સહિતની વાનગીઓનો આસ્વાદ એક જ જગ્યાએ મળી શકશે.

'દેશી ફિરંગી રેસ્ટ્રો એન્ડ કાફે'માં મુંબઇની ફેમસ વેરાઇટીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. શહેરના ધમધમતા અને ખાસ કરીને કોલેજીયન યુવા વર્ગના સૌથી  વધુ ચહલપાલવાળા વિસ્તાર એવા યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ ખાતે શરૃ થયેલ દેશી ફિરંગીના સંચાલક નંદનભાઇ અને તેમની ટીમના પાંચ વર્ષના ફુડ અનુભવનો રાજકોટ વાસીઓને લાભ મળશે.

પાંચ વર્ષના તેમના અનુભવની સાથે ગડુ ગ્રૃપ જલારામ રેસ્ટોરન્ટ સહિતની અન્ય વિવિધ રેસ્ટોરન્ટ ચલાવતા તેઓ પણ તેમના સહભાગી બન્યા છે ત્યારે રાજકોટની સ્વાદ પ્રેમી જનતાને તેમનો અનુભવ ખાસ મળી રહે તે માટે ઓર્થેન્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ દેશી ફિરંગી રેસ્ટ્રો કાફેમાં પીરસવામાં આવશે. સ્થળઃ દેશી ફિરંગી રેસ્ટ્ર એન્ડ કાફે, ઘ્/બ્ ચિલ્લીઝા, નંદન નલીનકાંત, જલારામ પ્લોટ-૨ કોર્નરયુનિવર્સીટી રોડ, રાજકોટ-નંદન પોબારૃ-મો.૯૨૭૪૭૪૧૨૧૨,

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી નલીનકાંતભાઇ પોબારૃ, શ્રી નંદન પોબારૃ, ઇશીતા પોબારૃ અને શ્રી દિવ્યેશભાઇ પોપટ નજરે પડે છે.(૩૯.૭)

(3:21 pm IST)