Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગર- જીલ્લામાં જુગારના ૬ દરોડાઃ ૭ મહિલા સહિત ૩૫ ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામનગર-જીલ્લામાં ૬ જગ્યાએ દરોડા પાડીને ૭ મહિલા સહિત ૩૫ને જુગાર રમતા ઝડપી પાડયા છે.

સમાણા ગામે

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે,  સમાણા ગામમાં પટેલ સમાજની બાજુમાં આવેલ મગનભાઈ જાદવજીભાઈ વાદીના મકાનની બહાર ગલીમાં આરોપીઓ પ્રવિણભાઈ વાલાભાઈ મકવાણા, કલ્પેશભાઈ રાજાભાઈ મકવાણા, મોહનભાઈ ગેલાભાઈ મકવાણા, જેઠાભાઈ પુંજાભાઈ ભાંભી, રાજાભાઈ સુરાભાઈ મકવાણા, વિમલભાઈ જીવાભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૦,૩૭૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

રામેશ્વરનગર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  ધરારનગર–૧, ગરબીચોકમાં આરોપીઓ ધીરૃભાઈ નાગજીભાઈ કરીર, નાશીર અબ્બાસભાઈ કશીરી, પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રામસિંહ જાડેજા, દાઉદ રજાકભાઈ મકરાણી, રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ભરત ઉર્ફે ભાવેશ રમેશભાઈ મંડલી, વિપુલ રાજુભાઈ ચૌહાણ, જયેશભાઈ ચતુરભાઈ રોજાસરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૧ર૪૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

ગીંગણી ગામે

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજવીરસિંહ જગદીશસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગીંગણી ગામે રહેતા નાનજીભાઈ મુળજીભાઈ મકવાણાના ઘરની આગળ આવેલ શેરીમાં ખુલ્લા પટ્ટામાં આરોપીઓ નાનજીભાઈ મુળજીભાઈ મકવાણા, રસિકભાઈ રામજીભાઈ વારસંકીયા, રાજેશભાઈ પુનાભાઈ વારસંકીયા, પરબતભાઈ હમિરભાઈ મકવાણા, સુભાષભાઈ કેશવભાઈ વારસંકીયા ભાવેશભાઈ અમરશીભાઈ મકવાણા, કિરીટભાઈ પરબતભાઈ ચૌહાણ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧પ,ર૩૦/–તથા મોબાઈલ નંગ–૬, કિંમત રૃ.૩૦,૦૦૦/– મળી કુલ રૃ.૪પ,ર૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(4:01 pm IST)