Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગરના અલીયાબાડામાં ૨ ઇંચ

ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને પોણા ૨ ઇંચ વરસ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ : જામનગરના અલીયાબાડામાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. ફલ્લામાં પોણા બે ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે વસઇ, લાખાબાવળ, મોટી બાણુગાર, દરેડ, હડીયાણા, બાલંબા, પીઠડ, લતીપુર, લૈયારા, નિકાવા, ખરેડી, મોટા વડાળા, ભ.ભેરાજા, નવાગામ, મોટા પાંચદેવડા, સમાણા, શેઠ વડાળા, જામવાડી, વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પરડવા, પીપરટોડા, પડાણા, ભણગોર, મોટા ખડબા, મોડપર, ડબાસંગમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

(3:13 pm IST)