Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જંકશન પ્‍લોટ રોડ પર અજાણ્‍યા વૃધ્‍ધનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૮ : જંકશન પ્‍લોટ મેઇન રોડ પર અમુલ પાર્લર પાસે એક અજાણ્‍યા વૃધ્‍ધનું બેભાન હાલતમાં મોત નિપજ્‍યું હતું.
મળતી વિગત મુજબ જંકશન પ્‍લોટ મેઇન રોડ પર આવેલા અમુલ પાર્લર પાસે એક આશરે ૬૦ વર્ષનો અજાણ્‍યો વૃધ્‍ધ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી વૃધ્‍ધને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકના એ.એસ.આઇ. ચંદ્રસિંહ ઝાલા સહિતે કાર્યવાહી કરી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્‍ધના સગાસંબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

 

(1:42 pm IST)