Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દાણાપીઠમાં વેપારી કાકા-ભત્રીજા અને સામાનના ફેરા કરનારા વચ્‍ચે પૈસાના હિસાબ પ્રશ્ને મારામારી

નિલેષભાઇ સાતા, ભત્રીજા ચાણક્‍ય અને સામે ગોૈતમ શુકલને ઇજા

રાજકોટ તા. ૧૮: દાણાપીઠ બારદાન ગલીમાં ગોળ ખજૂરના વેપારી અને વાહનમાં માલની હેરફેરનું કામ કરતા યુવાન વચ્‍ચે પૈસાના હિસાબ મામલે બોલાચાલી બાદ મારામારી થતાં વેપારી, તેના ભત્રીજા અને સામે પક્ષે ફેરા કરનારા યુવાનને ઇજા થઇ હતી.
કાશી વિશ્વનાથ પ્‍લોટ-૮માં રહેતાં અને દાણાપીઠમાં મગનલાલ એન્‍ડ કંપની નામે ગોળ ખજૂરની પેઢી ચલાવતાં નિલેષભાઇ મગનભાઇ સાતા (ઉ.૪૮) અને ભત્રીજા ચાણક્‍ય અશ્વિનભાઇ સાતા (ઉ.૨૫) સાંજે સિવિલમાં દાખલ થયા હતાં અને પોતાના પર ગોૈતમ તથા અનિલભાઇએ હુમલો કર્યાનું કહેતાં એ-ડિવીઝનને જાણ કરાઇ હતી. સામા પક્ષે જયહિન્‍દ નગરમાં રહેતો ગોૈતમ અનિલભાઇ શુક્‍લ (ઉ.૨૨) પણ પોતાને નિલેષભાઇ સાતા સહિતનાએ મારકુટ કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.
ગોૈતમ પોતાના વાહનમાં વેપારીના માલ-સામાનની હેરફેર કરતો હોઇ તેના પૈસાના હિસાબ મામલે બોલાચાલી બાદ મારામારી થયાનું જણાવાયું હતું. પોલીસ ફરિયાદ નોંધવા પહોંચી હતી. પરંતુ બંને પક્ષે ઘરમેળે સમાધાન કરી લીધું હતું.

 

(11:49 am IST)