Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

૩૭૦ સંદર્ભે ભારતભરમાં અપાયેલી એલર્ટના સંદર્ભે રાજકોટ શહેર પણ સજાગઃ હંગામી ચોકીઓ ઉભી કરાઇ

રાજકોટઃ તાજેતરમાં કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરવાનો નિર્ણય લીધા બાદ હિંસાવાદીઓ કોઇ કૃત્યને અંજામ આપે તેવી ઇન્ટેલિજન્સ એજન્સીઓની બાતમી સંદર્ભે સમર્ગ દેશને એલર્ટ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ૧૫મી ઓગષ્ટ પૂર્વેથી જ રાજકોટ શહેરને જોડતા તમામ એન્ટ્રી પોઇન્ટ અને શહેર મધ્યે આવેલા પોલીસ હેડકવાર્ટરના એન્ટ્રી પોઇન્ટ ઉપર હંગામી ટેન્ટ ચોકી ઉભી કરી સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. સાથોસાથ એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન ઉપર સખત ચેકીંગ અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તસ્વીરમાં રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ હેડકવાર્ટરના દરવાજા અંદર તંબુ ચોકી અને રસ્તા પર બેરીકેટ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)