Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

મોરબી રોડના બજરંગ પાર્કમાં 'તે પોલીસને ફૂટેજ કેમ બતાવ્યા?' કહી ધીરજ બથવારના પેટે છરો રાખી ધમકી

આ તારા પેટમાં ઘુસાડી દઇશ તો પુરૂ થઇ જશે...આજે તો જીવતો જ નથી મુકયો... : રમેશ ચાવડા અને તેના બે પુત્ર વિશાલ ઉર્ફ ભુદો ચાવડા, દિપક ચાવડા સામે ગુનોઃ અગાઉ ૭ જુલાઇએ વિશાલ માલી સાથે મારામારી થઇ'તી તેના સીસીટીવી ફૂટેજ ચમાર યુવાને પોલીસને બતાવ્યા હોઇ ખાર રખાયો

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર સિતારામ પાર્ક સામે નાની ફાટક નજીક બજરંગ પાર્ક-૨માં રહેતાં અને ફોટોગ્રાફીનું કામ કરવા સાથે સ્ટેશનરીનો વેપાર કરતાં ચમાર યુવાનને 'તે કેમ અગાઉ મારામારી થઇ તેના સીસીટીવી ફૂટેજ પોલીસને બતાવ્યા?' તેમ કહી પડોશમાં જ રહેતાં એક શખ્સ અને તેના બે દિકરાએ પેટ પર છરો રાખી દઇ ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બી-ડિવીઝન પોલીસે આ બારામાં બજરંગ પાર્ક-૧માં રહેતાં ધીરજભાઇ બાવાભાઇ બથવાર (ઉ.૪૨) નામના ચમાર યુવાનની ફરિયાદ પરથી રમેશ ચાવડા, વિશાલ ઉર્ફ ભુદો ચાવડા અને દિપક ચાવડા  (રહે. બજરંગ પાર્ક-૧) સામે ગુનો નોંધ્યો છે. ધીરજભાઇએ જણાવ્યા મુજબ પોતે ઘરના નીચેના ભાગે આવેલી દૂકાનમાં ફોટોગ્રાફી અને સ્ટેશનરીનું કામ કરે છે. ગઇકાલે રાતે નવેક વાગ્યે ઘર પાસે ગાય ઉભી હોઇ તેને દૂર મુકવા જતાં લત્તામાં રહેતો રમેશ ચાવડા અનવ્યો હતો અને 'અમારે અગાઉ વિશાલ માળી સાથે ઝઘડો થયો ત્યારે તેના સીસીટીવી ફૂટેજ તે કેમ પોલીસને આપ્યા હતાં?' તેમ કહેતાં તેણે પોલીસે માંગ્યા એટલે આપ્યા હતાં તેમ જણાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને માથુ દિવાલ સાથે ભટકાવ્યું હતું અને છરો કાઢી પેટ પર રાખી દઇ આટલી જ વાર લાગશે,  પેટમાં ઘુસાડી દઇશ તો પુરૂ થઇ જશે તેમ કહી ધમકી આપી હતી.

ત્યાં પાછળથી રમેશના બે દિકરા વિશાલ ઉર્ફ ભુદો અને દિપક પણ આવીગયા હતાં અને તેણે પણ આજે તો તને જીવતો જવા દેવો નથી તેમ કહી ધમકી દેતાં પોતે ગભરાઇ જતાં દોટ મુકી ઘરે જતાં રહ્યા હતાં.

એએસઆઇ કે. યુ. વાળાએ ઉપરોકત હકિકતે આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(1:23 pm IST)