Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રાજકોટની પ્રિયાંશી માનસાતાએ CFAની પરિક્ષા ૯૦ ટકા સાથે પસાર કરીઃ વર્લ્ડ ટોપ- ૧૫માં સ્થાન

ફાયનાન્સ ક્ષેત્રની અમેરિકાની વિશ્વની ટોચની ચાર્ટડ ફાયનાન્સ એનાલીસીસની એકઝામમાં પહેલા પ્રયત્ને સફળતા મેળવી

રાજકોટ,તા.૧૭: અમેરિકા દ્વારા લેવામાં આવતી વિશ્વની સૌથી અઘરી અને ટોપ ફાયનાન્સ એકઝામ ચાર્ટેડ ફાઈનાન્સ એનાલીસીસની એકઝામના લેવલ-૧માં રાજકોટની પ્રિયાંશી જયેશભાઈ માનસાતાએ ઝળહળતી સફળતા મેળવી ૯૦ ટકા સાથે વિશ્વના ટોપ- ૧૫માં સ્થાન મેળવ્યું છે.

પ્રિયાંશી હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. પિતા જયેશભાઈ સાથે ''અકિલા'' કાર્યાલય વિગતો આપતા પ્રિયાંશીએ જણાવેલ કે મને ડાન્સનો પણ શોખ છે. નાનપણથી જ કલાસીકલ અને વેર્સ્ટન ડાન્સની ટ્રેનીંગ પણ લીધી છે.

CAFની પરિક્ષા અંગે પ્રિયાંશીએ જણાવેલ કે હું છેલ્લા ૬ મહિનાથી તૈયારી કરી રહી હતી. સવારે કોલેજ અને બપોરે ૩ કલાક CAF અંગેના ટયુશનમાં જતી. પણ એકાગ્રતા અને લગનથી કરેલી મહેનતથી પહેલી જ વખતમાં CAF લેવલ- ૧ની પરિક્ષા પાસ કરી છે.

ધો.૧૨માં પ્રિયાંશીએ ૯૯.૮૩ પીઆર મેળવ્યા હતા. પહેલેથી જ નિર્મલા કોન્વેન્ટમાં અભ્યાસ કર્યો છે. પ્રિયાંશીને ભવિષ્યમાં માસ્ટર ઈન ફાયનાન્સ અથવા એમબીએ (ફાયનાન્સ) માં આગળ વધવાની ઈચ્છા છે. પ્રિયાંશી મીઠીબાઈ કોલેજમાં પ્લેસમેન્ટ કો- ઓર્ડીનેટર પણ છે. વિશ્વ ફલક ઉપર કિર્તીમાન સ્થાપીત કરનાર પ્રિયાંશીએ જણાવેલ કે CAFની એકઝામ પહેલા ૪૦૦ કલાક એટલે કે દરરોજ ૩ થી ૪ કલાકની તૈયારી ખુબ જ જરૂરી છે.

મલ્ટીનેશનલ કંપનીમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતી પ્રિયાંશીના પિતા જયેશભાઈ માનસાતા (મો.૯૮૨૫૨ ૧૯૨૫૨) એસ્ટેટ બ્રોકર છે, માતા ચેતનાબેન ગૃહીણી છે. જયારે મોટાભાઈ મૃણાલે બીસીએ કર્યુ છે. પ્રિયાંશીએ સફળતા પાછળ મહેનતની સાથે માતા- પિતા તથા જલારામ બાપાના આર્શીવાદ હોવાનું જણાવેલ.

(3:37 pm IST)