Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સંયોગ અને લાઇફ મીશન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા સંપન્ન

રાજકોટઃ યોગા રૂઢ સ્વામી શ્રી રાજર્ષિ મુનીજી દ્વારા પ્રેરીત તથા સ્થાપીત સંયોગ ટ્રસ્ટ તથા લાઇફ મીશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા આ વર્ષે પણ ઇન્ડોર સ્ટેડીયમમાં રાજકોટ જીલ્લાના શાળા કોલેજ તથા યોગ જીજ્ઞાસુઓ માટે દરેક વય જુથમાં રાજકોટ જિલ્લા ઓપન યોગાસન સ્પર્ધા ગોઠવવામાં આવી હતી. જેમાં ૬પ૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અન્ડર ૪૦ વર્ષ અન્ડર પ૦ વર્ષ અને અબોલ પ૦ વર્ષના સ્પર્ધકોએ યોગ એથ્લેસ્ટીક સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. આર્ટીસ્ટીક તથા સમુહયોગ નૃત્યની સ્પર્ધાઓ સંગીતના તાલ સાથે પ્રસ્તૃત કરેલ હતી. દરેક વય જુથમાંથી વિજેતા ૩ ભાઇઓ તથા ૩ બહેનોના જુથને તથા આર્ટીસ્ટીક તથા યોગ નૃત્યની ટુકડીઓને ઓગસ્ટમાં જ રાજયકક્ષાએ સ્પર્ધામાં કાયાવરોહણ તીર્થ સેવા સમાજ જીલ્લો વડોદરા બહેનોને રમવા માટે મોકલવામાં આવ્યા છે. આ માટે લાઇફ મીશન તથા સંયોગ ટ્રસ્ટ રાજકોટના ઉત્માચાર્યજી, સાત્વીકાચાર્યજી, વીપુલભાઇ કોઠારી, બી.જી.ઝાલા, જયદેવસિંહ કોઠારીયા, ડી.બી.જાડેજા, ખોડુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ બન્ને સંસ્થાઓના યોગ શિક્ષકો પિયુષકુમાર સિંહ, મીતાબા જાડેજા, ભારતીબેન પરસાણા, દિપાલીબેન સાતા, નીલમ સુતરીયા, દિપકભાઇ તળાવીયા, નીલમબા, નીકેતાબા, જયેશભાઇ મુંગરા, બીનલબેન પંડયા, ભાર્ગવીબા ગોહીલ, યોગીરાજસિંહ, રાકેશ ગાજીપરા, નમ્રતાબેન ગરચર, બીરવાબેન ગોહેલ, રાજેષભાઇ કાચા, નિર્મલસિંહ જાડેજા, કલ્યાણીબેન તથા હાર્દિકભાઇ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. દરેક સ્પર્ધકોને સર્ટીફીકેટ તથા દરેક વિજેતાઓને મેડલ તથા સર્ટીફીકેટસ એનાયત કરીને પ્રોત્સાહીત કરેલ હતા. (૪.૧૩)

(3:46 pm IST)