Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટે આન, બાન, શાનથી ત્રિરંગો લહેરાવ્યો

પ્રજાસત્તાક દિને રાજકોટના ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો.અતુલભાઈ પંડ્યાના હસ્તે ત્રિરંગો ફરકાવીને સલામી આપવામાં આવેલ. ટ્રસ્ટના બાળકો દ્વારા દેશભકિતસભર રંગારંગ સાંકસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ. અમીનેષભાઈ રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી. ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, નિરદભાઈ ભટ્ટ તથા શિક્ષકો પ્રીતિબેન મહેતા, મંજુલાબેન ભાલાળા, સંગીતાબેન રાઠોડ, વલ્લભભાઈ વરચંદ, રાહુલભાઈ દુધરેજીયા, રીનારાની શીંગ, હાજરાબેન બુંભાણી ઠેબાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના બાળકો અને બહેનોએ દેશભકિતથી તરબોળ કૃતિઓ રજૂ કરેલ. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, અમીનેષભાઈ રૂપાણી, ભાવેનભાઈ ભટ્ટ, નીરદભાઈ ભટ્ટ, શિતલબા ઝાલા, ડો.હાર્દિકાબેન નંદાણી, ડો.જસ્મીતાબેન ચાવડા, ધાનીબેન મકવાણા, અજયભાઈ સોલંકી, વર્ષાબેન મકવાણા, નેહાબેન સોલંકી, દિપકભાઈ જોષી, દેવજીભાઈ પરમાર, અનુપભાઈ રાવલ, પ્રવિણભાઈ ખોખર, કાંતિભાઈ નિરંજની, રાજવીર ચાર્મીબેન, ભટ્ટી પૂજાબેન, રાઠોડ નીરાલીબેન, સોલંકી જયપાલભાઈ, રાઠોડ નિરવભાઈ, શરદભાઈ, વજીબેન સોલંકી, ભાનુબેન ડાભી, ટ્રસ્ટના કાર્યકરો હસુભાઇ ગણાત્રા, ડો.નયનભાઈ શાહ, એન.જી. પરમાર, સી. કે. બારોટ, રાજુભાઈ ભટ્ટ, અલ્પાબેન ભટ્ટ, સરોજબેન આચાર્ય, ગીતાબેન તન્ના, રાબીયાબેન સરવૈયા, કે.બી.ગજેરા, એન.જી.પરમાર, છગનભાઈ ચૌહાણ, વિલાસગીરી ગોસ્વામી, નરેન્દ્રભાઈ વાઘેલા વગેરેએ જહેમત ઉઠાવી હતી. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં. (૦૨૮૧) ૨૭૦૪૫૪૫નો સંપર્ક કરવો.(૩૭.૭)

(3:45 pm IST)