Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

યાજ્ઞીક રોડ પર નામાંકિત હોટલ સામે તંત્રનાં આંખ મિંચામણાઃ વિપક્ષી નેતા વશરામભાઇનો આક્ષેપ

રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે યાજ્ઞીક રોડ ઉપર માર્જીન પાર્કીગનાં દબાણો દુર કરવા થયેલ ડીમોલીશનમાં તંત્ર વાહકોએ ઇમ્પીરીયલ હોટલનાં પાર્કીગમાં દબાણો સામે આંખ મિંચામણા કર્યનો આક્ષેપ કર્યો છે. આ અંગે શ્રી સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે યાજ્ઞીક રોડનાં ડિમોલીશનમાં મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા માર્જીન-પાર્કીગમાંથી વેપારીઓના છાપરા-ઓટલા સહીતનાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયેલ પરંતુ તેમાં તેઓ વ્હાલા દવલાની એટલે કે એકને ખોળ બીજાને ગોળ જેવી નીતી અપનાવ્યાનું ધ્યાન ઉપર આવ્યું હતું. કેમ કે યાજ્ઞીક રોડ પરની ઇમ્પીરીયલ  હોટલમાં પાર્કીગની વ્યવસ્થા નથી. તેના વાહનો  રોડ ઉપર 'પે એન્ડ પાર્કીગ'માં પાર્ક થા છે.આ સ્થળે ફુટપાથ નહી રાખી તંત્રએ પગપાળા જતા રાહદારીને અન્યાય કર્યો છે. આમ ઇમ્પીરીયલ હોટલને આ છુટછાટ શા માટે? તેવા સવાલો આ વિસ્તારનાં વેપારીઓ દ્વારા મ્યુનિસીપલ કમિશ્નર સમક્ષ ઉઠાવાયા હતા. તસ્વીરમાં યાજ્ઞીક રોડ પર ડીમોલીશન વખતે વેપારીઓ સાથે ચર્ચા કરી રહેલા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દર્શાય છે તથા ઇમ્પીરીયલ હોટલ પાસે રસ્તા ઉપર પાર્કીગ થયેલા વાહનો નજરે પડે છે. (૪.૧૪)

(3:41 pm IST)