Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ફિલ્ડ માર્શલ ગોવાણી કન્યા છાત્રાલયમાં જૈન મહાસતીજીઓનું પ્રવચન

રાજકોટઃ  રાજકોટ નગરમાં ચાતુર્માસ બિરાજમાન રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી રાજકોટ  ફિલ્ડ માર્શલ  ગોવાણી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની બહેનોને પ્રથમવાર જૈન સાધ્વીજીઓના મુખેથી બોધ પ્રવચન સભાનું આયોજન કરવામાં આવતા ૬૦૦ બહેનોને લાભ લીધો હતો.

 પટેલ સમાજની હોસ્ટેલમાં ભણતી આ દીકરીઓને રાજકોટના શ્રી મહાવીર નગર સ્થા. જૈન સંધમાં ચાતુમાર્સ અર્થે બિરાજમાન પૂ. શ્રી પરમ દિવ્યતાજી મહાસતીજી તેમજ પૂ.શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજીએ ધ્યાન સાધનાનું મહત્વ, પોઝીટીવીટી, વિનય ધર્મ આદિ વિષયોની ઊંડાણભરી સમજ આપીને સકસેસ પામવાનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંતમાં સ્વયંના ઇનર વોઈસને સાંભળીને જીવનમાં આત્મવિશ્વાસ કેળવવાનો બોધ પણ પૂજય મહાસતીજી દ્વારા અપાયેલ.

 આ પ્રસંગે ફિલ્ડ માર્શલ ગોવાણી છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી  ડો. જે.એમ. પનારા, પરષોતમભાઈ ફલ્ડુ, ગૌતમભાઈ ધમસાણીયા, કાંતીભાઈ લાધાભાઈ શેઠ,  નરોતમભાઈ પરસાણા આદિ  ઉપસ્થિત રહ્યા હતાં. (૪૦.૧૪)

(3:40 pm IST)