Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

આવતીકાલે વાટલિયા પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ શિબીરઃવિનામુલ્યે નિદાન

બી.પી., ડાયાબીટીસ, વજન-ઉંચાઈ તેમજ કેન્સરનું વિનામુલ્યે નિદાન : ભોજન સમારંભનું પણ આયોજન

રાજકોટ, તા.૧૮ : શ્રી વાટલીયા પ્રજાપતિ મહિલા મંડળ, રાજકોટ દ્વારા સમયાંતરે અનેક સેવાકિય કાર્યોનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે કાલે તા.૧૯ને રવિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા દરમિયાન શ્રી  વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી, ઉદયનગર-૧, ગોરા કુંભાર ચોક, મવડી ચોકડી ખાતે 'મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ શિબીર'નું આયોજન કરેલ છે. જે અંતર્ગત બી.પી., ડાયાબીટીસ, વજન-ઉંચાઈ તેમજ કેન્સરનું વિનામુલ્યે નિદાન કરી આપવામાં આવશે. જેમાં બપોરે ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે.

જેમાં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, નારી અદાલત અધિકારી, તેમજ આરોગ્ય શાખાના અધિકારી ઉપસ્થિત રહેશે. આ ભગીરથ કાર્યમાં શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજનો બહોળો સાથ સહકાર મળી રહે તે માટે સમાજના ૧૮ થી ૪૫ વર્ષના મહિલાઓને સહભાગી બનવા અનુરોધ કરેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાટલીયા પ્રજાપતિ મહિલા મંડળના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

તેમજ શ્રી વાટલીયા પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા તા.૨૯ સપ્ટે.ને રવિવારના રોજ ધો.૧ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે સવારે ૮થી ૧૨ વાગ્યા દરમિયાન જ્ઞાતિની વાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલ છે.

શ્રી વાટલીયા પ્રજાપતિ મહિલા મંડળના ચેરમેનશ્રી પ્રેમીલાબેન ગોંડલીયા, પ્રમુખશ્રી રંજનબેન ગોંડલીયા, ઉપપ્રમુખશ્રી શીતલબેન ગોંડલીયા, મંત્રીશ્રી ગીતાબેન સરવૈયા, ખજાનચીશ્રી દિનાબેન ધંધુકિયા, તેમજ સભ્યોશ્રી રેખાબેન ધંધુકિયા, શ્રી વનિતાબેન ઉનાગર, શ્રી મીતાબેન રાવલ, શ્રી ભાવનાબેન ધંધુકિયા, શ્રી જાગૃતિબેન  ગોંડલીયા, શ્રી વિલાસબેન ધંધુકિયા, શ્રી મંગળાબેન ગોંડલીયા અને શ્રી ગીતાબેન ગોંડલીયાએ અકિલાના મોભી આદરણીયશ્રી કિરીટભાઈ ગણાત્રા તેમજ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલને આમંત્રણ પત્રિકા આપી સફળ રજુઆત કરી હતી. અકિલા અમારા સમાજ માટે અભુતપૂર્વ સહકાર આપે છે તે બદલ શ્રી કિરીટભાઈ ગણાત્રાનો આભાર માની અકિલા સમાચાર આપવામાં સદા અગ્રેસર છે અને કાયમ માટે અગ્રેસર રહે તેવી બહેનોએ શુભેચ્છા પાઠવી હતી.

જેમાં ચાવાળા સુરેશભાઈ ગોંડલિયા, હરેશભાઈ ગોંડલિયા અને કૌશલ ભરતભાઈ રાવલેે સારો સહયોગ આપેલ છે. શિબીર અંગે વધુ માહિતી માટે મંડળના પ્રમુખ રંજનબેન ગોંડલીયા (મો.૯૮૨૪૮ ૪૩૦૩૨)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (૨૪.૩)

(3:37 pm IST)